- પાદરા-કરજણ રોડ પર ઢાઢર નદીના પૂરની કળ વળી નથી ત્યાં તો
- તાલુકામાં સરેરાશ કરતા વધુ વરસાદથી લીલા દુષ્કાળની શક્યતા નકારાય નહીં
- પાદરામાં વરસાદી ઝાપટા વચ્ચે દિવસભર વરસાદી માહોલ સર્જાયો હતો.
પાદરા-કરજણ રોડ પર ઢાઢર નદીના પૂરની કળ વળી નથી ત્યાં તો પાદરા વડુ પંથકમાં સોમવારે મધ્યમ વરસાદ જ્યારે ગત મોડી રાતથી ભારે વરસાદની શરૂઆત થઇ હતી. સતત વરસાદથી લોકો ચિંતામાં મુકાયા હતા.
ગુજરાતમાં ચાર સીસ્ટમ સક્રિય થઇ છે. જેન પગલે પાદરા વડુ પંથકમાં વરસાદની ઝડપ વધી હતી. આજે સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. આજે સવારથી બજારો ખુલ્યા ના હતા. બજારો ખુલતા ગ્રાહકો ન મળતા વેપારીઓને દુકાનમાં વરસાદ માણવા સિવાય બીજો ઉપાય ના હતો. વધુ વરસાદને કારણે વેપારીઓ પણ ચિંતિત બન્યા હતા.
તો બીજી બાજુ વહેલી સવારે શાળાએ ગયેલ બાળકોને લઇ વાલીઓ પણ ચિંતિત હતા. મુશ્કેલી સર્જાય તે પહેલા નાના મોટા કામો આટોપી લેવા દોડધામ કરી હતી. પાદરા શહેર અને તાલુકાના લોકોના મનમાં એકજ ચિંતા જોવા મળી હતી કે, શું ફરીવાર પાણી ભરાશે ? પાદરા તાલુકામાં હવે વધુ વરસાદ પડે તો લીલો દુકાળ પડે તેવી શક્યતા નકારી શકાતી નથી. ભારે વરસાદને કારણે ખેડૂતોને નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. પાદરા-વડુ પંથકમાં ફરી એકવાર વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે. વરસાદી ઝાપટા વચ્ચે બપોરના 3 વાગ્યા સુધીમાં મોસમનો કુલ વરસાદ 1104mm નોંધાયો છે.
Source link