પાકિસ્તાને શ્રીલંકા સામેની ODI સિરીઝનું સમયપત્રક બદલ્યું છે. મંગળવારે ઇસ્લામાબાદમાં થયેલા આત્મઘાતી હુમલા બાદ, ખેલાડીઓ સુરક્ષા ચિંતાઓને કારણે સ્વદેશ પાછા ફરવા માંગતા હતા.
જોકે, શ્રીલંકા બોર્ડે તમામ ખેલાડીઓ અને સ્ટાફને તેમનો પ્રવાસ ચાલુ રાખવા સૂચના આપી હતી. આ પછી, PCBના વડા મોહસીન નકવીએ શ્રીલંકાની ટીમનો પાકિસ્તાન પ્રવાસ ચાલુ રાખવા બદલ આભાર માન્યો.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચેની બાકીની બે ODI મેચ 13 અને 15 નવેમ્બરને બદલે 14 અને 16 નવેમ્બરે રાવલપિંડીમાં યોજાશે.
- આઠ ખેલાડીઓએ સ્વદેશ પાછા ફરવા વિનંતી કરી
ઈસ્લામાબાદમાં મંગળવારના આત્મઘાતી હુમલા બાદ, શ્રીલંકાના આઠ ખેલાડીઓએ બુધવારે બોર્ડને સ્વદેશ પાછા ફરવા વિનંતી કરી હતી. જોકે, શ્રીલંકન બોર્ડે તાજેતરના એક નિવેદનમાં પ્રવાસ અંગેની પરિસ્થિતિ સ્પષ્ટ કરી છે.
શ્રીલંકન બોર્ડે તમામ ખેલાડીઓ અને સ્ટાફને પ્રવાસ ચાલુ રાખવા માટે સૂચનાઓ જારી કરી છે અને તેમને સત્તાવાર રીતે ચેતવણી આપી છે કે જો આ ખેલાડીઓ શ્રીલંકા પાછા ફરવાનું નક્કી કરે છે,
તો રિપ્લેસમેન્ટ ખેલાડીઓને તાત્કાલિક પાકિસ્તાન મોકલવામાં આવશે, અને પરત ફરતા ખેલાડીઓ સામે કાર્યવાહી કરવી કે નહીં તે અંગેનો નિર્ણય પછીથી લેવામાં આવશે.
- વિસ્ફોટમાં 12 લોકોના મોત બાદ ખેલાડીઓમાં ભયનો માહોલ
અગાઉ, વિસ્ફોટમાં 12 લોકોના મોત બાદ, શ્રીલંકાના આઠ ખેલાડીઓએ બુધવારે સવારે સ્વદેશ પરત ફરવાનો નિર્ણય લીધો હતો.
અહેવાલો અનુસાર, ખેલાડીઓએ સુરક્ષા કારણોસર આગામી ત્રિકોણીય સિરીઝથી ખસી જવાનો નિર્ણય લીધો હતો.
જો કે, નવીનતમ ઘટનાક્રમને પગલે, એ સ્પષ્ટ છે કે જો આ આઠ ખેલાડીઓ શ્રીલંકા પાછા ફરે તો પણ પ્રવાસ રદ કરવામાં આવશે નહીં.


Leave a Comment