સ્પોર્ટ્સ

Pakistani Cricketer Haidar ali News: પાકિસ્તાની ક્રિકેટર હૈદર અલીની દુષ્કર્મના આરોપ હેઠળ ઈંગ્લેન્ડમાં ધરપકડ, PCBએ કરી મોટી કાર્યવાહી

પાકિસ્તાન ક્રિકેટનો યુવા ખેલાડી હૈદર અલી એક મોટી મુશ્કેલીમાં ફસાઈ ગયો છે. ઈંગ્લેન્ડમાં તેની કથિત દુષ્કર્મના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.

આ ઘટના સામે આવ્યા બાદ PCBએ પણ એક્શન લેતા તેને સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી હતી.

શું છે સમગ મામલો? 

જોકે આ મામલે હૈદર અલીને જામીન મળી ગયા છે. ગ્રેટ માન્ચેસ્ટર પોલીસે આ મામલે માહિતી આપતા કહ્યું કે 4 ઓગસ્ટ 2025ના રોજ અમને દુષ્કર્મ મામલે એક ફરિયાદ મળી હતી.

જેના પર કાર્યવાહી કરતા 24 વર્ષીય પાકિસ્તાની ક્રિકેટરની ધરપકડ કરવામાં આવી હતી. તેના પર આરોપ છે કે 23 જુલાઈ 2025ના રોજ તેણે માનચેસ્ટરમાં એક મહિલા પણ દુષ્કર્મ ગુજાર્યું હતું.

જોકે હાલ પૂછપરછ બાદ તેને જામીન આપી દેવામાં આવ્યા છે. પીડિતાને પોલીસ સહાય કરી રહી છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button