પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ ફરી એકવાર વધી ગયો છે. અફઘાનિસ્તાનનો આરોપ છે કે પાકિસ્તાને રાજધાની કાબુલમાં એક હોસ્પિટલને એરસ્ટ્રાઈકમાં નિશાન બનાવ્યું છે. તેમાં 400 લોકોનાં મોત થયા અને 250થી વધુ લોકો ઘાયલ થયા છે. જોકે, પાકિસ્તાન તરફથી આ આરોપોને સંપૂર્ણપણે ખોટા ગણાવીને નકારી કાઢવામાં આવ્યા છે.
અફઘાનિસ્તાનના આરોગ્ય મંત્રાલયના પ્રવક્તા શરાફત જમાને જણાવ્યું કે, કાબુલમાં નશા મુક્તિ કેન્દ્ર તરીકે ઉપયોગમાં લેવાતી એક હોસ્પિટલ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં અનેક નિર્દોષ લોકોનાં જીવ ગયા. કોઈ પણ નાગરિક સ્થળને નિશાન બનાવવામાં આવ્યું નથી.

માત્ર સૈનિક ઠેકાણાઓ તથા આતંકવાદી માળખાઓને જ નિશાન બનાવાયા
પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાજ શરીફના પ્રવક્તા મોશર્રફ ઝૈદીએ અફઘાનિસ્તાનના આક્ષેપોને સંપૂર્ણપણે બિનઆધારભૂત કહીને નકારી કાઢ્યા છે. પાકિસ્તાનના માહિતી મંત્રાલયે પણ સ્પષ્ટ કર્યું કે, હુમલા ખૂબ ચોક્કસ હતા અને માત્ર સૈનિક ઠેકાણાઓ તથા આતંકવાદી માળખાઓને જ નિશાન બનાવવામાં આવ્યા હતા. સામાન્ય લોકો રહેતા હોય તેવી કોઈ પણ જગ્યાને નિશાન બનાવવામાં આવી ન હતી.
બંને દેશો વચ્ચે આ તણાવ સરહદ પર પણ વધતો જઈ રહ્યો છે. અફઘાન અધિકારીઓ મુજબ, તાજેતરમાં સરહદ નજીક થયેલા ગોળીબારમાં ચાર લોકોનાં મોત થયા, જેમાં બે બાળકો પણ સામેલ હતા. બીજી તરફ, પાકિસ્તાન લાંબા સમયથી આરોપ લગાવતું આવ્યું છે કે, અફઘાનિસ્તાનમાં રહેલા અલગ-અલગ ઉગ્રવાદી સંગઠનો તેના દેશમાં હુમલા કરે છે. જ્યારે તાલિબાન સરકાર આ આરોપોને નકારી કાઢતી આવી છે.

આ દરમિયાન, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે અફઘાનિસ્તાનને આતંકવાદ સામે કડક કાર્યવાહી કરવા અપીલ કરી છે જેથી વિસ્તારમાં સ્થિરતા જળવાઈ રહે. ફેબ્રુઆરીના અંતથી બંને દેશો વચ્ચે હુમલાઓ તેજ થયા છે અને આ અથડામણો હવે ત્રીજા અઠવાડિયામાં પ્રવેશી ગઈ છે. અબ્દુલ્લા અબ્દુલ્લા, જે પૂર્વ અફઘાન સરકારમાં રાષ્ટ્રીય સમાધાન ઉચ્ચ પરિષદના વડા રહી ચૂક્યા છે, તેમણે ગઈ રાત્રે કાબુલના એક નશા મુક્તિ કેન્દ્ર પર થયેલા હુમલાની કડક નિંદા કરી છે. તેમણે આ હુમલાને આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ ગણાવ્યો છે.


Leave a Comment