NATIONAL

Petrol Diesel Price: મહિનાની શરૂઆતમાં પેટ્રોલ ડીઝલમાં ઘટ્યા ભાવ? જાણો આજની કિંંમત

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધઘટ થઈ રહી છે. તેના આધારે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરવામાં આવે છે. પરંતુ લાંબા સમયથી રાષ્ટ્રીય સ્તરે તેલની કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી. ત્યારે આજે ઑક્ટોબર મહિનાની શરૂઆત થઇ છે. મહિનાની શરૂઆતમાં જ આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલ ડીઝલમાં કોઇ ફેરફાર જોવા મળ્યો નથી પરિણામે ભાવ સ્થિર રહ્યા છે. તાજેતરના અપડેટ મુજબ આજે એટલે કે 01 ઓક્ટોબર, 2024ના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. જો કે રાજ્ય સ્તરે ભાવમાં થોડો ફેરફાર જોવા મળી રહ્યો છે. ત્યારે આવો જાણીએ દેશના મહાનગરો અને ગુજરાતના મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ.

ક્રૂડ ઓઇલના વધ્યા ભાવ ? 

આજે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત 71 ડોલરની નીચે પહોંચી ગઈ છે. બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ $71.77 પર ટ્રેડ થઈ રહ્યું છે, જ્યારે WTI ક્રૂડ પ્રતિ બેરલ $68.20 પર ટ્રેડ થઈ રહ્યું છે. જ્યારે ભારતની વાત કરીએ તો સરકારી ઓઈલ કંપનીઓએ ઓક્ટોબર 01, 2024ના રોજ પણ તમામ મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખ્યા છે.

દેશના આ મહાનગરોમાં જાણો ઇંધણના ભાવ

  • દિલ્હીમાં પેટ્રોલ 94.72 રૂપિયા અને ડીઝલ 87.62 રૂપિયા પ્રતિ લીટર છે
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 104.21 અને ડીઝલ રૂ. 92.15 પ્રતિ લીટર
  • ચેન્નાઈમાં પેટ્રોલ રૂ. 100.75 અને ડીઝલ રૂ. 92.34 પ્રતિ લીટર
  • કોલકાતામાં પેટ્રોલ રૂ. 103.94 અને ડીઝલ રૂ. 90.76 પ્રતિ લીટર

ગુજરાતના મહાનગરોમાં આજે પેટ્રોલ-ડિઝલની કિંમત


શહેર  પેટ્રોલ (રૂ.)  ડીઝલ (રૂ.)
અમદાવાદ  95.00  90.67
ભાવનગર  95.78  91.46
જામનગર  94.05  90.12
રાજકોટ  94.22  89.91
સુરત  94.53  90.22
વડોદરા  94.09  89.76



ઘરે બેઠા પેટ્રોલ અને ડીઝલના ભાવ તપાસો

પેટ્રોલ પંપ પર જઈને જ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાણવા જરૂરી નથી તમે ઘરે બેઠા પણ ઈંધણના ભાવ જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ કંપનીના SMS નંબર 9222201122 પર RSP અને તમારો સિટી પિન કોડ મેસેજ કરો. આવો જ SMS ભારત પેટ્રોલિયમ નંબર 9223112222 પર મોકલો. જો તમે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના ગ્રાહક છો, તો HP અને તમારા શહેરનો પિન કોડ 9222201122 નંબર પર SMS કરો.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button