ProxyEarth Website Leak: તમારા ફોન નંબરથી લાઈવ લોકેશન બહાર! મોટું ડેટા લિક સ્કેન્ડલ

by

Thenewsdk

Updated: 05-12-2025, 08.50 AM

Follow us:

ભારતમાં સાઇબર ક્રાઇમ માટે એક નવી અને ગંભીર ચેતી જનાર ઘટના સામે આવી છે. ProxyEarth નામની ખતરનાક વેબસાઈટ માત્ર ફોન નંબર દાખલ કરતાં જ યુઝરની અનેક ખાનગી વિગતો જેમ કે નામ, ઈમેલ, પિતાનું નામ, વૈકલ્પિક નંબર અને લાઈવ લોકેશન સુધી બતાવી દે છે. આ વેબસાઈટ સાઇબર ગુનેગારો માટે નવું હથિયાર બની ગઈ છે.

આ વેબસાઈટ ટેલિકોમ ટાવર ટ્રાયેન્ગ્યુલેશન, સિગ્નલ ડેટા અને લીક થયેલી માહિતીનો ઉપયોગ કરીને વ્યક્તિ ક્યાં છે તેની સચોટ લોકેશન બતાવી શકે છે. નિષ્ણાતો કહે છે કે આ ભારતના ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રહેલા લૂપ-હોલ્સનો ગંભીર ઉપયોગ છે.

વેબસાઈટનો સર્જક “રાકેશ” પોતે પ્રોગ્રામર હોવાનો દાવો કરે છે અને કહે છે કે તે માત્ર ઇન્ટરનેટ પર પહેલેથી લીક થયેલા ડેટાનો જ ઉપયોગ કરે છે. પરંતુ સલામતી નિષ્ણાતો મુજબ આ વેબસાઈટ ભારતીય યુઝર્સની ગોપનીયતા અને સુરક્ષા માટે મોટો જોખમ બની ગઈ છે.

આ વેબસાઈટ હાલ ઇન્ટરનેટ પર એક્ટિવ છે અને તેની કારણે લાખો મોબાઇલ યુઝર્સની વ્યક્તિગત માહિતી જોખમમાં આવી શકે છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.