મારું ગુજરાત
ગાંધીનગરમાં પોલીસ અને માજી સૈનિકો વચ્ચે ઘર્ષણ, જાણો શું છે સમગ્ર મામલો
Police and Ex-soldiers Clash

Police and Ex-soldiers Clash: એક તરફ ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે છેલ્લા નવ દિવસથી સરકારી ભરતીમાં બેઠક અનામત મામલે માજી સૈનિકો ધરણી કરી રહ્યા છે.
બીજી તરફ સોમવાર સુધીમાં સરકાર તરફથી જવાબ ન મળતા આજે માજી સૈનિકોએ વિધાનસભા તરફ કૂચ કરી હતી. જેના પગલે પોલીસ અને માજી સૈનિકો વચ્ચે ઘર્ષણના દૃશ્યો સર્જાયા હતા.
બાંહેધરી ન મળતાં વિધાનસભાના ઘેરાવની ચીમકી આપી હતી
મળતી માહિતી પ્રમાણે સત્યાગ્રહ છાવણી ખાતે છેલ્લા સરકારી ભરતીમાં બેઠક અનામત મામલે માજી સૈનિકોના ધરણા કરી રહ્યાં છે. માજી સૈનિકોની માગ છે કે, તેમની બેઠક અન્ય કોઈ કેટેગરીમાં ન આપવામાં આવે.
સરકાર તરફથી વાટાઘાટો કે બાંહેધરી ન મળતાં તેમણે વિધાનસભાના ઘેરાવની ચીમકી આપી હતી. પરિણામે સવારથી પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.