મારું ગુજરાત
Surendranagar : ગેસ્ટ હાઉસમાંથી યુવતીનો મૃતદેહ મળતા ચકચાર, પોલીસે તપાસ શરૂ કરી

સુરેન્દ્રનગર શહેરના રાજકોટ બાયપાસ રોડ પર આવેલા એક ગેસ્ટ હાઉસમાં વહેલી સવારે એક જોરદાર ઘટના બની છે. એક યુવતી પોતાને ફાંસો લગાવી મોતને ભેટી ગઈ છે.
યુવતી અને યુવક ની સગાઇ થઈ હતી
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ ગેસ્ટ હાઉસમાં યુવક અને યુવતી રોકાયેલા હતાં. મૃતક યુવતી અને યુવક ની સગાઇ થઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, અજાણ્યા કારણોસર યુવતીએ બાથરૂમમાં જઈને ગળેફાંસો લગાવ્યો હતો.
પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસ શરૂ કરી
જોરાવરનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહ કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસ શરૂ કરી છે. વધુ તપાસને લઈને પોલીસે સબુત એકત્રિત કર્યા છે અને તપાસ આગળ વધારી રહી છે