પંજાબ અને હરિયાણાની રાજધાની ચંદીગઢના પોશ વિસ્તાર સેક્ટર 9 માં બુધવારે બપોરે ફિલ્મી ઢબે થયેલી એક હત્યાએ સમગ્ર શહેરમાં સનસનાટી મચાવી દીધી છે. જાણીતા પ્રોપર્ટી ડીલર ચરણપ્રીત સિંહ ઉર્ફે ‘ચીની કુબેહરી’ તેમના જિમ સત્ર બાદ કાળી ફોર્ચ્યુનર કારમાં જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા બાઇક સવારોએ અંધાધૂંધ ફાયરિંગ કરીને હત્યા કરી દીધી હતી. હુમલાખોરોએ માત્ર 20 સેકન્ડના ગાળામાં 12 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો, જેના કારણે ચરણપ્રીતનું હોસ્પિટલ પહોંચતા પહેલા જ કરુણ મોત નીપજ્યું હતું.
પોલીસ તપાસ અને સીસીટીવી (CCTV) ફૂટેજ મુજબ, આ ઘટના બપોરે અંદાજે 12:15 વાગ્યે બની હતી. ચરણપ્રીત સિંહ સેક્ટર 9 ના એક લોકપ્રિય જિમમાં વર્કઆઉટ પતાવીને બહાર નીકળ્યા હતા. તેઓ પોતાની કાળી ફોર્ચ્યુનર કારમાં બેસીને જેવી ગાડી રિવર્સ કરી રહ્યા હતા, ત્યાં જ હેલ્મેટ પહેરેલા બે હુમલાખોરો બાઇક પર આવ્યા હતા.


Leave a Comment