કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આ પરિસ્થિતિ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશાસનિક નીતિ પર કડક ટીકા કરી છે. તેઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટમાં લખ્યું કે, ‘વિશ્વ એક અત્યંત અસ્થિર સમયમાંથી પસાર થઈ રહ્યું છે. ભારતની ઓઈલ સપ્લાય પર ભયંકર ખતરો મંડરાઈ રહ્યો છે, કારણ કે દેશમાં આ આવશ્યકતાનો લગભગ 40% ભાગ હોર્મુઝ જલમાર્ગથી ઈમ્પોર્ટ થાય છે.
LPG અને LNGની સપ્લાય પર અસર આથી વધારે ગંભીર બની શકે છે.’ રાહુલ ગાંધીના મતે, ઈરાન સાથે ચાલી રહેલો સંઘર્ષ હવે હિંદ મહાસાગરમાં ફેલાઈ રહ્યો છે. તેમણે જણાવ્યું કે, ‘ઈરાનના યુદ્ધજહાજોની ક્રિયાઓએ આપણા સમુદ્ર માર્ગોને જોખમમાં મુક્યું છે, છતાં વડાપ્રધાન આ મુદ્દે કોઈ નિવેદન આપતા નથી. હાલ, ભારતને સ્થિર અને નિર્ભર નેતૃત્વની ખુબ જ જરૂર છે.’
ભારતની વર્તમાન ઓઈલ, LPG અને LNGની સ્થિતિ હાલ સૂરક્ષિત
વિશ્વ બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં બે ટકાથી વધારેનો ઉછાળો નોંધાયો છે. ઓઈલ સપ્લાયમાં ધરખમ ઘટાડા અને હોર્મુઝમાં ફસાયેલા ટેન્કરોના કારણે ભારતીય બજારમાં પણ મૂલ્યવૃદ્ધિ થવાની શક્યતા છે. એક રિપોર્ટ મુજબ હોર્મુઝમાંથી પસાર થતા કન્ટેનર જહાજ પર પ્રોજેક્ટાઈલના હુમલાથી નૂક્સાન થયો છે.
સરકારી સૂત્રો અનુસાર ભારતની વર્તમાન ઓઈલ, LPG અને LNGની સ્થિતિ હાલ સૂરક્ષિત છે. દેશ પાસે લગભગ 25 દિવસ માટે પૂરતી ક્રૂડ ઓઈલ અને પેટ્રોલિયમ સ્ટોક ઉપલબ્ધ છે. મહત્વની વાત એ છે કે, ભારતીય ઓઈલની મોટાભાગની જરૂરિયાત મિડલ-ઈસ્ટમાંથી ઈમ્પોર્ટ થાય છે, જે હોર્મુઝ મારફતે આવે છે.
હવે ઈરાન દ્વારા આ માર્ગ પર પ્રતિબંધ લાદવાને કારણે સપ્લાય ચેઈન પર ગંભીર પ્રેશર વધી ગયો છે, જે ભારતીય અર્થતંત્ર માટે ચિંતાજનક પરિસ્થિતિ સર્જી શકે છે. આર્થિક અને ભૌગોલિક જોખમ વચ્ચે, સરકારને હોર્મુઝ અને વિદેશી નૌકાઓના સુરક્ષા માર્ગો પર વિશેષ પગલાં લેવાની જરૂર છે, જેથી ભારતીય બજાર અને જનજીવન પર પ્રતિકૂળ અસર ટાળી શકાય.


Leave a Comment