અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં રાજદીપસિંહ રીબડાનું ગોંડલ પોલીસ સમક્ષ સરેન્ડર

by

Thenewsdk

Updated: 11-11-2025, 08.23 AM

Follow us:

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રીબડામાં રહેતા યુવક અમિત ખુંટના આપઘાત કેસમાં છેલ્લા છ મહિનાથી ફરાર રહેલા રાજદીપસિંહ જાડેજાએ આખરે ગોંડલ તાલુકા પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું છે. માહિતી મુજબ, ગઈકાલે રાત્રે રાજદીપસિંહ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા હતા.

  • સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી ફગાવાયા બાદ પગલું

આપઘાત કેસમાં રાજદીપસિંહે અગાઉ સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી હતી. જો કે, અદાલતે આ અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ તેમણે સ્વેચ્છાએ સરેન્ડર કરવાનો નિર્ણય લીધો. હવે ગોંડલ પોલીસે તેમને ગોંડલ કોર્ટમાં રિમાન્ડની માગ સાથે રજૂ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.

  • પોલીસની પૂછપરછ શરૂ

ગોંડલ તાલુકા પોલીસે રાજદીપસિંહ જાડેજાની પૂછપરછ શરૂ કરી છે. સૂત્રો મુજબ, છેલ્લા છ મહિનામાં તેમણે ક્યાં આશરો લીધો અને કોણે મદદ કરી તે અંગે તપાસ હાથ ધરાઈ છે. પોલીસે રાજદીપસિંહના સંપર્કમાં રહેલા લોકોની માહિતી એકત્રિત કરી રહી છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.