લાઇફ સ્ટાઇલ

Raksha Bandhan 2025: રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો શુભ સમય શું રહેશે?

જ્યોતિષોના જણાવ્યા અનુસાર, રક્ષાબંધનનો આખો દિવસ શુભ છે. બહેન ભાઈને દિવસ દરમિયાન ગમે ત્યારે રાખડી બાંધી શકે છે, જોકે જે લોકો તિજોરી, કબાટ, વાહન વગેરેને રક્ષા બાંધે છે તેમનો એવો આગ્રહ રહે છે કે શુભ મુહૂર્તમાં જ કાર્ય કરે તો તેમના માટે સવારે સવારે 07:50 થી 09:20 સુધી, બપોરે 12:50 થી સાંજે 05:40 સુધી, સાંજે 07:20 થી 08:40 સુધી અને રાત્રે 11:05 થી મધ્યરાત્રિએ 2:05 સુધી શુભ સમય રહેશે.

જ્યોતિષીઓનું કહેવું છે કે 09 ઓગસ્ટે નક્ષત્રોના શુભ સંયોગને કારણે દિવસભર ખરીદી માટે શુભ સમય રહેશે. આમાં વાહન, મિલકત, ઘરેણાં, ફર્નિચર, ઈલેક્ટ્રોનિક સામાન અને અન્ય વસ્તુઓની ખરીદી લાંબા ગાળાના લાભ આપશે. ઉપરાંત આ દિવસ કોઈપણ શરૂઆત માટે ખૂબ જ સારો રહેશે.

કોણ કોને રક્ષાસૂત્ર બાંધી શકે?

આપણે એવા લોકોને રક્ષાસૂત્ર બાંધી શકીએ છીએ, જેમને આપણે ખરાબ સમય, રોગો, દુશ્મનોથી રક્ષા કરવા માગીએ છે. રક્ષાસૂત્ર ધારણ કરનારી વ્યક્તિના વિચારો સકારાત્મક રહે છે, અને મન શાંત રહે છે. બહેન પોતાના ભાઈને, શિક્ષક પોતાના શિષ્યને, માતા-પિતા પોતાનાં બાળકોને, પોતાના શુભચિંતકોને, પોતાના ઈષ્ટ દેવને રક્ષાસૂત્ર બાંધી શકે છે.

રક્ષાસૂત્ર કેમ બાંધવામાં આવે છે?

રક્ષાસૂત્ર બાંધતી વખતે ઇષ્ટ દેવતાને ભાઈના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરવી જોઈએ. જો રાખડી ન હોય તો ભાઈના કાંડા પર રેશમનો દોરો અથવા પૂજાનો લાલ દોરો રક્ષાસૂત્ર તરીકે બાંધી શકાય છે.

જૂના જમાનામાં બહેનો ભાઈના કાંડા પર વૈદિક રાખડી બાંધતી. વૈદિક રાખડી બનાવવા માટે દૂર્વા, ચોખા, સરસવના દાણા, કેસર, ચંદન અને એક નાનો સોના કે ચાંદીનો સિક્કો રેશમી કપડામાં રાખવામાં આવે છે. તમે પોટલી બનાવીને તમારા ભાઈના કાંડા પર દોરાની મદદથી બાંધી શકો છો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button