રવિના ટંડનની પુત્રી રાશા થડાની 17 જાન્યુઆરીએ રિલીઝ થતી ફિલ્મ ‘આઝાદ’થી ડેબ્યૂ કરવા જઈ રહી છે. ત્યારે રાશા તેના ડેબ્યૂ પહેલા જ સ્ટાર બની ગઈ છે. તેવામાં રાશાએ એક વીડિયોમાં તેની કાકી સાથે એક અદ્ભુત ડાન્સ બતાવ્યો છે.
રવિના ટંડનની પુત્રી રાશા તેના ડેબ્યૂ પહેલા જ સ્ટાર બની ગઈ છે. ઇન્સ્ટાગ્રામ પર રાશાને 10 લાખથી પણ વધુ લોકો ફોલો કરેછે તે અદ્ભુત ડાન્સ મૂવ્સ અને ક્યૂટ અદાથી લોકોના દિલ તો જીતી જ રહી છે. સાથે હવે રાશાને તેના ડેબ્યૂ પહેલા જ તેના કાકીઓના આશીર્વાદ પણ મળી રહ્યા છે. રવિના ટંડને તેના સોશિયલ મિડિયા પર આનો એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં રાશા તેની ફિલ્મની રિલીઝ પહેલા તેની કાકી સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે. ફિલ્મના આઇકોનિક ટ્રેક ‘ઓઇ અમ્મા’ પર ડાન્સ કરી રહી છે.
ફિલ્મ આઝાદથી બોલિવૂડમાં ડેબ્યૂ :
આ વિડીયોમાં રાશાને ટેકો દર્શાવવામાં આવ્યો હતો, આગામી ફિલ્મ આઝાદથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. તેવામાં રાશાની કાકી અને તેની માતા રવિનાએ સ્ટાર કિડના ગીત સાથે ડાન્સ સ્ટેપ્સ મેચ કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યાં સુધી તે ફ્રેમમાં ન આવી. રાશા કાળા ટી-શર્ટ અને ગ્રે પેન્ટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે પોતાનો મેકઅપ ઓછામાં ઓછો રાખ્યો અને વાળ પણ ખુલ્લા રાખ્યા અને ગીત પર સુંદર નૃત્ય કર્યું,
રવિનાએ વીડિયો પોસ્ટ કરીને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો:
પોસ્ટ કરતી વખતે રવિના ટંડને લખ્યું, ‘જો તમને ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં તમારા કાકીનો પ્રેમ અને આશીર્વાદ મળે, ચાહકોએ પણ આ વીડિયો પર ટિપ્પણી કરી છે અને રાશાના ખૂબ વખાણ કર્યા છે. તાજેતરમાં જ રાશાનું એક ગીત રિલીઝ થયું હતું, જેમાં તેણે જબરદસ્ત ડાન્સ કર્યો હતો. રાશા ટૂંક સમયમાં ‘આઝાદ’ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મ 17 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. રાશાને તેના ફિલ્મ ડેબ્યૂ પહેલા જ ચાહકોનો પ્રેમ મળી રહ્યો છે. તેના સોશિયલ મિડિયા ઇન્સ્ટાગ્રામ પર રાશાને 10 લાખથી વધુ લોકો ફોલો પણ કરે છે. રાશા તેના ડેબ્યૂ પહેલા જ સ્ટાર બની ગઈ છે.