સાઉથ ઇન્ડિયન સિનેમામાંથી એક મોટી ખુશખબર ચર્ચામાં છે. અફવાઓ મુજબ, રશ્મિકા મંદાના અને વિજય દેવેરાકોંડા આગામી વર્ષ 2026માં લગ્નના બંધનમાં બંધાવાના છે. આ સમાચાર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર બંનેના ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
એક અહેવાલ અનુસાર, રશ્મિકા અને વિજયના લગ્ન 26 ફેબ્રુઆરી, 2026ના રોજ રાજસ્થાનના ઉદયપુરમાં યોજાશે. કહેવામાં આવી રહ્યું છે કે આ કપલ લગ્ન માટે શહેરની એક ભવ્ય હેરિટેજ પેલેસ પ્રોપર્ટીને ફાઇનલ કરી ચૂકી છે. લગ્ન પહેલા થનારા તમામ કાર્યક્રમો પણ એ જ સ્થળે યોજાવાની શક્યતા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, રશ્મિકા અને વિજય તેમના લગ્નને ઇન્ટિમેટ અને પ્રાઇવેટ રાખવા માંગે છે. તેમની સગાઈની જેમ, લગ્નમાં પણ ફક્ત પરિવારજનો અને નજીકના સંબંધીઓ જ હાજર રહેશે. જોકે, ઇન્ડસ્ટ્રીના મિત્રો માટે અલગથી રિસેપ્શન પાર્ટી રાખવામાં આવશે કે નહીં, તે અંગે હજી કોઈ સ્પષ્ટતા નથી.
નોંધનીય છે કે રશ્મિકા અને વિજય લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા છે. ઓક્ટોબર 2025માં તેમની સગાઈ ખૂબ જ ખાનગી રીતે યોજાઈ હતી, જેમાં માત્ર પરિવારના સભ્યો જ હાજર રહ્યા હતા. ત્યારથી જ તેમના લગ્નને લઈને અટકળો તેજ બની હતી.
હાલ સુધી રશ્મિકા મંદાના કે વિજય દેવેરાકોંડા બંનેમાંથી કોઈએ પણ આ સંબંધ, સગાઈ કે લગ્નના અહેવાલોની સત્તાવાર પુષ્ટિ કરી નથી. છતાં, ચાહકો તેમના મનપસંદ સ્ટાર કપલને દુલ્હા-દુલ્હન તરીકે જોવા માટે આતુર બની રહ્યા છે


Leave a Comment