ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 માટેની તૈયારીઓ તેજ બની રહી છે અને આ દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને લઈને ચર્ચાઓ ઉગ્ર બની છે. આવનારી મીની ઓક્શન 15 ડિસેમ્બરે યોજાવાની શક્યતા છે, જ્યારે તમામ ટીમોએ પોતાની રિટેન્શન લિસ્ટ 15 નવેમ્બર સુધી સોંપવાની છે.
આ સમયગાળા દરમિયાન જાડેજાનું નામ સંભવિત ટ્રેડ ડીલમાં આવવાથી ચાહકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. રિપોર્ટ્સ મુજબ, ચેન્નાઈ સુપર કિંગ્સ રાજસ્થાન રોયલ્સ (RR) સાથે ટ્રેડ ડીલ માટે વિચારણા કરી રહી છે. ચર્ચા છે કે CSK, જાડેજા અને સેમ કરણને રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસનના બદલે RRમાં ટ્રેડ કરી શકે છે. જોકે, કોઈ સત્તાવાર પુષ્ટિ હજી સુધી થઈ નથી.
- ટેકનિકલ કારણોનો અંદાજ લગાવ્યો
આ દરમિયાન સોમવારે રવીન્દ્ર જાડેજાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ અચાનક ગાયબ થઈ જતાં ચાહકોમાં સવાલો ઉઠ્યા છે. તેમનું ઓફિશિયલ યુઝરનેમ ‘royalnavghan’ હવે ઈન્સ્ટાગ્રામ પર દેખાતું નથી. કેટલાક ફેન્સનું માનવું છે કે જાડેજાએ પોતાનું એકાઉન્ટ જાતે ડિએક્ટિવેટ કર્યું હશે,
જ્યારે કેટલાકે ટેકનિકલ કારણોનો અંદાજ લગાવ્યો છે. પરંતુ IPL કરિયરને લઈને આ ઘટનાએ નવી અટકળોને જન્મ આપ્યો છે. રસપ્રદ બાબત એ છે કે જાડેજાની પ્રથમ IPL ટીમ રાજસ્થાન રોયલ્સ જ રહી છે, જેના કારણે આ ટ્રેડની ચર્ચા વધુ વાજબી લાગી રહી છે.
- ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટના અચાનક ગાયબ
36 વર્ષીય જાડેજાએ IPLમાં અત્યાર સુધી 254 મેચ રમી છે, જેમાં તેણે 3,260 રન બનાવ્યા છે અને 170 વિકેટ ઝડપી છે. તે CSK માટે બીજા ક્રમનો સૌથી વધુ વિકેટ લેનારો બોલર છે પ્રથમ સ્થાને ડ્વેન બ્રાવો છે, જેમણે 154 વિકેટ લીધી છે. 2023ની IPL ફાઈનલમાં જાડેજાએ અંતિમ ઓવરમાં શાનદાર બેટિંગ કરીને ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
આમ, રવીન્દ્ર જાડેજાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટના અચાનક ગાયબ થવાથી લઈને ટ્રેડની અટકળો સુધી, ચાહકોમાં ઉત્સુકતા વધતી જઈ રહી છે. આવનારા દિવસોમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની કોઈ સત્તાવાર જાહેરાત IPLના દૃશ્યપટ પર મોટો ફેરફાર લાવી શકે છે.


Leave a Comment