દેશમાં તહેવારોની સિઝન પછી લગ્નસરાની સિઝન શરૂ થઈ જશે. ભારતમાં લગ્નને સૌથી ખર્ચાળ તક મનાય છે. પોતાના બાળકોનાં લગ્ન ધૂમધામથી કરવાના ચક્કરમાં માતા-પિતા લાખો રૂપિયાનો ખર્ચ કરે છે. ઘણીવાર તો લોકોનાં જીવનની આખી કમાણી આમાં લાગી જતી હોચ છે તો કોઈતો આના ચક્કરમાં દેવાના ડુંગર તળે ડૂબી જતા હોય છે. જ્યારે ઘણા રિપોર્ટસ અનુસાર, દેશમાં લોકો લગ્ન પર ભણતર કરતાં વધુ ખર્ચ કરે છે. એવામાં જ્યારે લગ્નની સિઝન શરૂ થવાની છે તો અનુમાન પ્રમાણે માત્ર નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં 35 લાખ લગ્ન થવાના છે. આ લગ્નમાં કુલ ખર્ચ 4.25 લાખ કરોડ રૂપિયા થવાનું અનુમાન છે.
એક રિપોર્ટ દર્શાવે છે કે, એક ભારતીય તેના લગ્ન પાછળ તેના ભણતર કરતાં બમણો ખર્ચ કરે છે. કેટલાક લોકોની નજરમાં આ વ્યર્થ ખર્ચ હોઈ શકે છે, પરંતુ રસપ્રદ વાત એ છે કે આ વ્યર્થ ખર્ચ ભારતીય અર્થતંત્રને મજબૂત ટેકો આપવાનું કામ કરે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે લોકો આ 4.25 લાખ કરોડ રૂપિયા ક્યાં ખર્ચ કરશે…
35 લાખ કરતાં વધુ લગ્ન થશે
દેશમાં આ વર્ષે નવેમ્બરથી ડિસેમ્બર વચ્ચે 35 લાખથી વધુ લગ્ન થવાનું અનુમાન છે. આમાં આશરે 4.25 લાખ કરોડ રૂપિયાનો જંગી ખર્ચ થવાનું અનુમાન છે. દેશમાં દર વર્ષે આશરે એક કરોડ લગ્નો થતા હોય છે. રિપોર્ટ અનુસાર આ સેકટર ભારત ચોથો સૌથી મોટી ઈન્ડસ્ટ્રીઝ છે. આ વર્ષે લગ્નોમાં 130 અબજ ડોલરનો ખર્ચાશે. અનુમાન છે કે કરોડો
રોજગારની તક પેદા થશે.
સોનાની માંગ વધી જશે
એક રિપોર્ટ અનુસાર, સરકારે સોના પર આયાત શુલ્ક 15 ટકા ઘટાડી છ ટકા કરી દીધો છે. આનાથી સોનાની માંગ વધવાની આશા છે. સોનું ભારતમાં ધાર્મિક અને સામાજિક રીતે ખૂબ મહત્ત્વનું છે. લોકો આને એક રોકાણ રીતે પણ જુએ છે.
છૂટક માર્કેટમાં મજબૂતી આવશે
સોનાની માંગ વધતા રિટેલ માર્કેટમાં પણ મજબૂતી જોવા મળશે. જ્યારે લોકો લગ્ન અને તહેવારો પર ખર્ચ કરે છે. તો રિટેલ, હોસ્પિટાલિટી, જ્વેલરી અને ઓટો મોબાઈલ સેકટરને ફાયદો થતો હોય છે. આ તમામ ક્ષેત્ર આર્થિક વિકાસમાં યોગદાન કરે છે.
કંપનીઓને ઘી-કેળાં થશે
માંગ વધતા કંપનીઓના લાભમાં વધારો થશે. આનાથી કંપનીઓના શેરની કિંમતમાં વધારો થશે. આ આખા દેશની અર્થ વ્યવસ્થા પર પોઝિટિવ અસર કરશે. દેશમાં લગ્નસરાની આ સિઝન ખુશીની સાથે અર્થવ્યવસ્થા માટે મહત્ત્વની છે. લગ્ન દરમ્યાન થતા ખર્ચ અને વધતી માંગ તમામ સેકટર્સ માટે ફાચદાકારક હોય છે. આનાથી રોજગારના નવા અવસર પણ પેદા થાય છે.
Source link