ગુજરાતના રસ્તાઓ ઉપર હવે અન્ય રાજ્યના નંબરપ્લેટવાળી લક્ઝરી બસ, ટ્રક કે ડમ્પર જોવા મળે તો આશ્ચર્યમાં ના પડી જતા, આ વાહનો ગુજરાત રાજ્યના ના જ છે. પરંતુ ગુજરાતના ઓપરેટરોએ વાહનોનો લાખો રૂપિયાનો ટેક્સ બચાવવા માટે કાયદાકીય છટકબારી શોધી લીધી છે. ગુજરાત રાજ્ય કરતા આ રાજ્યો કે કેન્દ્રસિત પ્રદેશમાં મોટર વ્હીકલ ટેક્સ ઓછો હોવાથી જે તે સ્થળનું પાસિંગ કરાવી રહ્યા છે.
ટેક્સ બચાવવા શોધી છટકબારી?
આપણે સાામાન્ય રીતે જોવા જઈએ તો જે તે રાજ્યમાં ફરતાં વાહનોમાં તે રાજ્યની રજિસ્ટ્રેશન નંબરપ્લેટ લગાડવામાં આવેલી હોય છે. જોકે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને કેન્દ્રશાસિત પ્રદેશની નંબર પ્લેટ વાળી લકઝરી બસો, ટ્રકો અને ડમ્પરો જોવા મળતા હોય છે. ગુજરાત આરટીઓના સૂત્રો જણાવે છે કે, છેલ્લા 3થી 4 વર્ષમાં લકઝરી બસ, ટ્રકના NOC લઈને તેને અન્ય સ્થળોએ ટ્રાન્સફર કરવામાં આવી રહી છે. જોકે નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશમાં રજિસ્ટ્રેશન બાદ આ વાહનો ગુજરાતમાં જ ફરતા થઈ જતા હોય છે.
4000 જેટલા વાહનોની NOC ટ્રાન્સફર થઈ
ગુજરાતમાં એક લકઝરી બસમાં બેસવાની ક્ષમતા મુજબ આશરે વાર્ષિક રૂપિયા 35,000થી 40,000 જેટલો મોટર વેહિકલ ટેક્સ ભરવો પડે છે. જ્યારે ટ્રક કે ડમ્પરના વજન ઉપર મોટર વ્હિકલ ટેક્સ લાગે છે….? હવે આ જ મોટર વ્હિકલ ટેક્સ અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ કે કેન્દ્રશાસિત પ્રદેશમાં વાર્ષિક રૂપિયા 7,000થી 10,000 જ હોય છે. ગુજરાતના વાહનવ્યવહાર વિભાગની આંકડા શાખા મુજબ અત્યાર સુધીમાં લગભગ 2000 જેટલી બસો અને 1800 જેટલી ટ્રકો NOC લઈ ટ્રાન્સફર થઈ ચૂકી છે.
રાજ્યના વાહનવ્યવહાર મંત્રી આ મામલે મૌન કેમ?
ગાંધીનગર વાહનવ્યવહાર વિભાગના એક અધિકારી નામ નહીં આપવાની શરતે જણાવ્યું કે રાજ્યમાંથી નાગાલેન્ડ કે અરુણાચલમાં ટ્રાન્સફર થયેલા વાહન ગુજરાતમાં જ કે આસપાસના રાજ્યોમાં ફરતા હોય છે. માત્ર આ કાયદાકીય છટકબારીનો લાભ લેવા અન્ય રાજ્યોમાં નોંધણી કરાવાય છે. જેને કારણે રાજ્ય સરકારની મોટર વ્હિકલ ટેક્સની આવકને કરોડો રૂપિયાનો ફટકો પડી રહ્યો છે ? રાજ્યના વાહનવ્યવહાર વિભાગના મંત્રી આ બાબતે જો યોગ્ય કાર્યવાહી કરવાનો આદેશ આપે તો સરકારની મોટર વ્હિકલ ટેક્સની આવકને કરોડો રૂપિયાનો ફટકો પડી નહીં પડે, પરંતુ મંત્રી આ બાબતે મૌન પાડી રહ્યા હો તેવુ લાગી રહ્યું છે.
Source link