સ્ટાર ખેલાડી જૂડ બેલિંગહામ તથા રોડ્રિગોના ગોલ વડે રિયલ મેડ્રિડે બીજી સેમિફાઇનલમાં માલોર્કાને કોઈ પણ મુશ્કેલી વિના 3-0થી હરાવીને સ્પેનિશ સુપર કપ ફૂટબોલ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. ફાઇનલમાં તેનો મુકાબલો પરંપરાગત હરીફ બાર્સેલોના સામે થશે.
બેલિંગહામે 63મી મિનિટે ગોલ કરીને ટીમને 1-0થી આગળ કરી દીધી હતી. મોલાર્કાના વાલેજેન્ટે નિર્ધારિત સમય બાદના એક્સ્ટ્રા ટાઇમની બીજી એટલે કે કુલ 92મી મિનિટે આત્મઘાતી ગોલ કરતાં મેડ્રિડ 2-0થી આગળ થયું હતું. રોડ્રિગુઝે કુલ 95મી મિનિટે ગોલ કરીને મેચ એકતરફી બનાવી દીધી હતી. મુકાબલાની શરૂઆતમાં કેટલીક તનાવભરી પરિસ્થિતિ પણ ઊભી થઈ હતી. લુકાસ વાનક્વેઝ અને રોડ્રિગો પ્રારંભિક મિનિટોમાં જ ગોલ કરવાની નજીક પહોંચ્યા હતા પરંતુ વીએઆરની મદદથી તેમને રોકવામાં આવ્યા હતા. કિલિયન મબાપે ડાની રોડ્રિગુઝ સાથેની અથડામણ બાદ પેનલ્ટી માટે સિગ્નલ કરતો હોવા છતાં રેફરીએ તેની અવગણના કરી હતી. મેડ્રિડનો દબદબો વધતા માલાર્કોને ડિફેન્સિવ રમત રમવાની ફરજ પડી હતી. માલાર્કોના ક્લીન લારિન સાથેની અથડામણ બાદ મેડ્રિડના એયુરેલિન ચોયુમેન્ટને માથાની ઈજાના કારણે મેદાન છોડવાની ફરજ પડી હતી.
Source link