મારું ગુજરાત
Rajkot News : રાજકોટમાં હૃદયદ્રાવક ઘટના, ખુલ્લી પાણીની ટાંકીમાં પડી જતાં 4 વર્ષના બાળકનું મોત

રાજકોટ શહેરમાં બાળક પોતાના ઘરની બહાર રમતો હતો ત્યારે અચાનક પાણીના ટાંકામાં પડી ગયો હતો. બાળકના પિતા રાહુલ અઘારા, જે રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે,
તેમના જણાવ્યા અનુસાર તે સમયે તેઓ મોટા દીકરાને તૈયાર કર્યા બાદ પાડોશમાં રહેલા સંબંધીને મળવા ગયા હતા. એ દરમિયાન નાનો દીકરો અચાનક નજરોથી ઓઝલ થઈ ગયો. પરિવારે શરૂઆતમાં ધાર્યું કે તે સંબંધીના ઘરે ગયો હશે, પરંતુ શોધખોળ દરમિયાન ખુલાસો થયો કે તે પાણીના ટાંકામાં પડી ગયો છે.
સારવાર પહેલા જ મોત
ઘટનાની જાણ થતા જ બાળકને તાત્કાલિક અસરથી પાણીમાંથી બહાર કાઢી ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો, પરંતુ ત્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો.