Reliance JIO IPO: મુકેશ અંબાણીએ AGMમાં એકસાથે અનેક મોટા પ્લાન જાહેર કર્યા!

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોના IPO અંગે મોટી અપડેટ આપી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) ના AGMમાં મોટી જાહેરાત કરતા મુકેશ અંબાણીએ કહ્યું કે IPO માટે ડ્રાફ્ટ પેપર ટૂંક સમયમાં ફાઇલ કરવામાં આવશે અને 2026ના પહેલા ભાગમાં રિલાયન્સ જિયોનો IPO લોન્ચ કરવાની યોજના છે.
શેરબજારમાં જિયોનું લિસ્ટિંગ રોકાણકારોને મોટી તક આપી શકે
જિયોના 50 કરોડથી વધુ ગ્રાહકો છે. કંપનીએ 5G, ફિક્સ્ડ બ્રોડબેન્ડ અને AI ટેકનોલોજીમાં મોટું રોકાણ કર્યું છે. શેરબજારમાં જિયોનું લિસ્ટિંગ રોકાણકારોને મોટી તક આપી શકે છે. એક અંદાજ મુજબ, જિયો કંપની IPO દ્વારા 12 થી 13 લાખ કરોડ રૂપિયા સુધીનું ભંડોળ એકત્ર કરી શકે છે અને તેનો ઉપયોગ તેના વ્યવસાયને વિસ્તૃત કરવા માટે કરી શકે છે.
જિયોએ 50 કરોડ ગ્રાહકોનો આંકડો પાર કર્યો
IPO વિશે માહિતી આપતા મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે તે વૈશ્વિક સ્તરે શેરધારકો માટે મૂલ્ય અનલોક કરશે. Jioએ તાજેતરમાં 500 મિલિયન ગ્રાહકોનો આંકડો પાર કર્યો છે. FY25 માં Jio ની આવક ₹1.28 લાખ કરોડ હતી, જ્યારે EBITDA ₹1.28 લાખ કરોડ હતી, જે મજબૂત કમાણી દર્શાવે છે.
125 બિલિયન ડોલર કમાવનારી પ્રથમ કંપની
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 48મી વાર્ષિક સામાન્ય સભામાં , ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે કંપનીએ વર્ષ 2025માં શાનદાર પ્રદર્શન કર્યું છે. તે $125 બિલિયનની વાર્ષિક આવકને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની બની છે.
રિલાયન્સનો EBITDA ₹1,83,422 કરોડ ($21.5 બિલિયન) અને ચોખ્ખો નફો ₹81,309 કરોડ ($9.5 બિલિયન) હતો.રિલાયન્સની નિકાસ ₹2,83,719 કરોડ ($33.2 બિલિયન) હતી, જે ભારતની કુલ વેપારી નિકાસના 7.6% છે અને તે ભારતની સૌથી મોટી નિકાસકાર કંપનીઓમાંની એક છે.