સ્પોર્ટ્સ
Rinku Singh Century: 8 છગ્ગા, 7 ચોગ્ગા અને 108 રન, એશિયા કપ માટે ટીમ ઈન્ડિયામાં પસંદગી થતાં જ આ બેટરની ફોર્મમાં જોરદાર વાપસી

એશિયા કપ 2025 પહેલા, ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન રિંકુ સિંહે બેટથી ધમાકો કર્યો. યુપી પ્રીમિયર T20 લીગમાં 21 ઓગસ્ટના રોજ ગૌર ગોરખપુર લાયન્સ સામે રમાયેલી મેચમાં, તેણે તોફાની સદી ફટકારી અને એકલા હાથે તેની ટીમ મેરઠ મેવેરિક્સને જીત અપાવી હતી.
મેરઠની ટીમે ગોરખપુરને જીતવા માટે 168 રનનો ટાર્ગેટ આપ્યો હતો. કેપ્ટન રિંકુની 108 રનની અણનમ ઇનિંગથી આ સ્કોર સરળતાથી ચેઝ કરી લેવાયો હતો.
225ના સ્ટ્રાઈક રેટથી ધમાકેદાર બેટિંગ
રિંકુંની ઇનિંગમાં કુલ 7 ચોગ્ગા અને 8 ગગનચુંબી છગ્ગાનો સમાવેશ થતો હતો. આ દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ પણ 225 હતો. તેની ઇનિંગે બધાનું ધ્યાન ખેંચ્યું છે, કારણ કે આ ઇનિંગ એશિયા કપ ટીમમાં તેની પસંદગી થયાના થોડા દિવસો પછી આવી હતી.