India vs South : દક્ષિણ આફ્રિકા સામે ગુવાહાટી ટેસ્ટમાં ભારતને 408 રનની કરૂણ હાર મળતાં દેશભરના ક્રિકેટપ્રેમીઓમાં નિરાશાનો માહોલ છે. રનની દ્રષ્ટિએ ભારતીય ટેસ્ટ ઇતિહાસમાં આ સૌથી મોટી હાર છે. કેપ્ટન ઋષભ પંતના નેતૃત્વ હેઠળ ટીમ બે ટેસ્ટમાં એકતરફી હારનો સામનો કરી સીરિઝ ગુમાવી ચૂકી છે.
- પંતનું ખુલ્લેઆમ ચાહકોને સંબોધન
પરાજય પછી પંતે પોતાના ઇન્સ્ટાગ્રામ પર લાંબી પોસ્ટ કરી અને ચાહકો પાસે માફી માંગી. તેમણે લખ્યું:
“છેલ્લા બે અઠવાડિયામાં આપણે સારું ક્રિકેટ નહીં રમ્યા, એ સ્વીકારવામાં કોઈ શરમ નથી. લાખો ચાહકોનાં ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયાસ કરીએ છીએ, પરંતુ આ વખતે અપેક્ષાઓ પૂર્ણ કરી શક્યા નથી. ભારતનું પ્રતિનિધિત્વ ગર્વની વાત છે. ટીમ સક્ષમ છે, અને અમે વધુ મહેનત કરીને મજબૂત વાપસી કરીશું. તમામ સમર્થન બદલ આભાર. જેહ હિંદ.”
- ટીમ ઈન્ડિયાનું રેકોર્ડ સૌથી મોટું પરાજય
દક્ષિણ આફ્રિકાએ બીજી ટેસ્ટમાં ભારતને 408 રનથી હરાવી ઇતિહાસ રચ્યો. પહેલી વાર એવું બન્યું કે ભારત 350થી વધુ રનની માર્જિનથી ટેસ્ટ મેચ હાર્યું.
- બેટિંગમાં ઐતિહાસિક નિષ્ફળતા
20 વર્ષમાં આવી પહેલી સીરિઝ હતી જેમાં કોઈ ભારતીય બેટ્સમેન સદી ફટકારી ન શક્યો. બેટિંગ લાઇન-અપની નિષ્ફળતા સીરિઝના પરિણામમાં સ્પષ્ટ રીતે દેખાઈ.
- WTC Finalનું સ્વપ્ન જોખમમાં
સતત બે ટેસ્ટમાં હાર સાથે ભારતના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં પહોંચવાના ચાન્સિસ પર મોટો પ્રહાર થયો છે. ટીમને હવે આગળની તમામ સિરીઝમાં ઉત્તમ પ્રદર્શન કરવું પડશે.


Leave a Comment