55 વર્ષીય ડ્રાઇવરની તબિયત બગડતાં Mercedes હવામાં ઉછળી—જુઓ ચોંકાવનારો વીડિયો

by

Thenewsdk

Updated: 06-12-2025, 09.07 AM

Follow us:

Romania Accident: યુરોપના રોમાનિયામાં એક એવો ચોંકાવનારો અકસ્માત સામે આવ્યો છે, જેને જોઈ સૌ કોઈ આશ્ચર્યમાં પડી ગયા છે. એક મર્સિડીઝ કાર એટલી તેજ ગતિમાં હતી કે હવામાં ઊડીને સીધા બે ગાડીઓ ઉપરથી પાસ થઈ ગઈ. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થતાં વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આશ્ચર્યજનક બાબત એ છે કે આ ભયાનક અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી.

  • 55 વર્ષીય ડ્રાઇવરને અચાનક તબિયત બગડતાં કાબુ ગયો

પોલીસ મુજબ, 55 વર્ષીય કારચાલકની તબિયત અચાનક લથડી જતાં તેણે કાર પરનો કાબુ ગુમાવી દીધો. નિયંત્રણ છૂટતાં મર્સિડીઝ हाई સ્પીડમાં રોડ પરથી ફંટાઈ અને સીધી હવામાં ઉછળી ગઈ.

  • કાર ફ્લાય થઈને બે ગાડીઓ ઉપરથી ક્રોસ થઈ

CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળે છે કે મર્સિડીઝ કાર અસામાન્ય ઝડપે આગળ વધી રહી હતી. અચાનક હવામાં ઉછળી બે ગાડીઓ ઉપરથી પસાર થઈને આગળ જઈને રસ્તા પર પટકાઈ. આ દ્રશ્ય એટલું ભયાનક હતું કે લોકો તેને ‘ચમત્કાર’ કહી રહ્યા છે.

  • ડ્રાઇવર માત્ર હળવી ઈજામાં બચ્યો

રિપોર્ટ મુજબ, ડ્રાઇવરને માત્ર હળવી ઈજા થઈ હતી. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં છતાં તેણે સારવાર લેવાની ના પાડી અને ઘરે પરત ફરી ગયો. અન્ય કોઈ વ્યક્તિને પણ ગંભીર ઈજા ન થતાં પોલીસ અને સ્થાનિક લોકોએ રાહત અનુભવી.

  • ચમત્કાર સમાન બચાવ

આટલી ઘાતક લાગી શકે એવી દુર્ઘટનામાં કોઈ જાનહાનિ ન થવી ખૂબ દુર્લભ છે. લોકો સોશિયલ મીડિયા પર આ ઘટનાને ચમત્કાર કહી રહ્યા છે અને વીડિયો ધડાધડ શેર થઈ રહ્યો છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.