ટૉપ ન્યૂઝમારું ગુજરાત

Ropeway collapses in Pavagadh : રોપ-વે તૂટતાં 6 લોકોના કરૂણ મોત

મળતી માહિતી મુજબ, આ રોપ-વેનો ઉપયોગ મંદિર અને યજ્ઞશાળા માટે માલસામાન પહોંચાડવા માટે થતો હતો. આજે જ્યારે માલસામાન ઉપર લઈ જવામાં આવી રહ્યો હતો, તે સમયે જ અચાનક રોપ-વેનો તાર તૂટી જતાં દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે.

ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે

આ દુર્ઘટનામાં 2 લિફ્ટ ઓપરેટર, 2 શ્રમિક અને અન્ય 2ના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યું છે. પાવાગઢમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે આ દુર્ઘટના બની હોવાનું પ્રાથમિક રીતે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button