Ross Taylor : ન્યુઝીલેન્ડના દિગ્ગજ ક્રિકેટર રોસ ટેલર ફરી એકવાર મેદાનમાં વાપસી કરવા જઈ રહ્યા છે. 2022માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનારા 41 વર્ષીય ટેલરે જાહેરાત કરી છે કે તે સમોઆ વતી T20 વર્લ્ડ કપ ક્વોલિફાયર ટુર્નામેન્ટમાં ભાગ લેશે. આ ટુર્નામેન્ટ ઓમાનમાં રમાશે. સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જાહેરાત કરી ટેલરે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, ‘ હું નિવૃત્તિથી પાછો ફરી રહ્યો છું. આ સત્તાવાર છે. મને ગર્વ છે કે હું સમોઆ માટે રમવા જઈ રહ્યો છું. આ ફક્ત ક્રિકેટમાં વાપસી નથી, પરંતુ મારા વારસા, સંસ્કૃતિ, ગામડાઓ અને પરિવારનું પ્રતિનિધિત્વ કરવાનો સન્માન છે. હું અનુભવ શેર કરવા અને મેદાનની અંદર અને બહાર યોગદાન આપવા માટે ઉત્સાહિત છું.’ ટેલરની માતા સમોઆની છે રોસ ટેલરની માતા લોટે સમોઆની છે. તેથી જ તેને સમોઆ ટીમ માટે રમવાની તક મળી છે. તે તેના વાસ્તવિક નામ અને પરંપરાગત શીર્ષક ‘લેઓઉપેપે લુટેરુ રોસ પૌટોઆ લોટે ટેલર’ હેઠળ રમશે. 41 વર્ષની ઉંમરે ફરી મેદાનમાં ઉતરશે 41 વર્ષીય ટેલરે પોતાની કારકિર્દીમાં ન્યૂઝીલેન્ડ માટે સૌથી વધુ મેચ રમી છે. તેણે કુલ 450 મેચ રમી છે જેમાં 112 ટેસ્ટ, 236 વનડે અને 102 T20 મેચનો સમાવેશ થાય છે. ટેસ્ટ ક્રિકેટમાં કિવીઝ માટે સૌથી વધુ રન બનાવવાના મામલે તે ફક્ત કેન વિલિયમસનથી પાછળ છે. ટેલરે 19 ટેસ્ટ સદી ફટકારી છે, જે વિલિયમસન પછી ન્યૂઝીલેન્ડ માટે બીજા ક્રમે સૌથી વધુ રન છે. પ્રથમ મેચમાં પાપુઆ ન્યુ ગિનીનો સામનો કરશે સમોઆ પોતાની પહેલી મેચમાં પાપુઆ ન્યુ ગિનીનો સામનો કરશે અને આ મેચનો વિજેતા આવતા વર્ષે ભારત અને શ્રીલંકામાં યોજાનાર T20 વર્લ્ડ કપમાં જગ્યા બનાવશે. ટેલરે કહ્યું, ‘જ્યારે ખેલાડીઓ પોતે તમને નિવૃત્તિમાંથી બહાર આવવા અને મદદ માંગવાનું કહે છે, ત્યારે તે ખૂબ જ શક્તિશાળી લાગણી હોય છે. ભલે હું હવે યુવાન નથી, છતાં પણ હું મારી જાતને ફિટ માનું છું અને મેદાન પર દોડી શકું છું.’ મિત્રના કહેવા પર લીધો નિર્ણય નોંધનીય છે કે ટેલરે આ નિર્ણય તેના મિત્ર અને ભૂતપૂર્વ બ્લેકકેપ્સ ખેલાડી તરુણ નેથુલાની સલાહ પર લીધો હતો. આ પગલાથી, ટેલર તેની કારકિર્દીમાં એક નવો અધ્યાય શરૂ કરશે અને નાના પરંતુ મહત્વાકાંક્ષી સમોઆ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

ન્યુઝીલેન્ડના દિગ્ગજ ક્રિકેટર રોસ ટેલર ફરી એકવાર મેદાનમાં વાપસી કરવા જઈ રહ્યા છે. 2022માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનારા 41 વર્ષીય ટેલરે જાહેરાત કરી છે કે તે સમોઆ વતી T20 વર્લ્ડ કપ ક્વોલિફાયર ટુર્નામેન્ટમાં ભાગ લેશે. આ ટુર્નામેન્ટ ઓમાનમાં રમાશે.
સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જાહેરાત કરી
ટેલરે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, ‘ હું નિવૃત્તિથી પાછો ફરી રહ્યો છું. આ સત્તાવાર છે. મને ગર્વ છે કે હું સમોઆ માટે રમવા જઈ રહ્યો છું. આ ફક્ત ક્રિકેટમાં વાપસી નથી, પરંતુ મારા વારસા, સંસ્કૃતિ, ગામડાઓ અને પરિવારનું પ્રતિનિધિત્વ કરવાનો સન્માન છે. હું અનુભવ શેર કરવા અને મેદાનની અંદર અને બહાર યોગદાન આપવા માટે ઉત્સાહિત છું.’
ટેલરની માતા સમોઆની છે
રોસ ટેલરની માતા લોટે સમોઆની છે. તેથી જ તેને સમોઆ ટીમ માટે રમવાની તક મળી છે. તે તેના વાસ્તવિક નામ અને પરંપરાગત શીર્ષક ‘લેઓઉપેપે લુટેરુ રોસ પૌટોઆ લોટે ટેલર’ હેઠળ રમશે.
41 વર્ષની ઉંમરે ફરી મેદાનમાં ઉતરશે
41 વર્ષીય ટેલરે પોતાની કારકિર્દીમાં ન્યૂઝીલેન્ડ માટે સૌથી વધુ મેચ રમી છે. તેણે કુલ 450 મેચ રમી છે જેમાં 112 ટેસ્ટ, 236 વનડે અને 102 T20 મેચનો સમાવેશ થાય છે. ટેસ્ટ ક્રિકેટમાં કિવીઝ માટે સૌથી વધુ રન બનાવવાના મામલે તે ફક્ત કેન વિલિયમસનથી પાછળ છે. ટેલરે 19 ટેસ્ટ સદી ફટકારી છે, જે વિલિયમસન પછી ન્યૂઝીલેન્ડ માટે બીજા ક્રમે સૌથી વધુ રન છે.
પ્રથમ મેચમાં પાપુઆ ન્યુ ગિનીનો સામનો કરશે
સમોઆ પોતાની પહેલી મેચમાં પાપુઆ ન્યુ ગિનીનો સામનો કરશે અને આ મેચનો વિજેતા આવતા વર્ષે ભારત અને શ્રીલંકામાં યોજાનાર T20 વર્લ્ડ કપમાં જગ્યા બનાવશે. ટેલરે કહ્યું, ‘જ્યારે ખેલાડીઓ પોતે તમને નિવૃત્તિમાંથી બહાર આવવા અને મદદ માંગવાનું કહે છે, ત્યારે તે ખૂબ જ શક્તિશાળી લાગણી હોય છે. ભલે હું હવે યુવાન નથી, છતાં પણ હું મારી જાતને ફિટ માનું છું અને મેદાન પર દોડી શકું છું.’
મિત્રના કહેવા પર લીધો નિર્ણય
નોંધનીય છે કે ટેલરે આ નિર્ણય તેના મિત્ર અને ભૂતપૂર્વ બ્લેકકેપ્સ ખેલાડી તરુણ નેથુલાની સલાહ પર લીધો હતો. આ પગલાથી, ટેલર તેની કારકિર્દીમાં એક નવો અધ્યાય શરૂ કરશે અને નાના પરંતુ મહત્વાકાંક્ષી સમોઆ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.