સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક આવેલા માથાસુલિયા વિસ્તારમાં આજે શામળાજી–હિંમતનગર નેશનલ હાઈવે પર ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. કાર અચાનક રસ્તાની સાઈડમાં પલટી જતા ત્રણ લોકોનું ઘટનાસ્થળેજ દુખદ મોત થયું છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે.
- અકસ્માત બાદ તરત જ સારવાર માટે ખસેડાયા
દુર્ઘટનામાં જીવતાર બોલ્યો ઘાયલ વ્યક્તિને તાત્કાલિક હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ કારમાં સવાર ચારેય લોકો અમદાવાદના નિવાસી હતા. અકસ્માતનું ચોક્કસ કારણ હજી જાહેર થયું નથી, પરંતુ પોલીસે તપાસ શરૂ કરી છે.
- વિસ્તારમાં શોક અને ગભરાટ
આ અચાનક બનેલી દુર્ઘટનાથી માથાસુલિયા અને હિંમતનગર વિસ્તારમાં શોકનું માહોલ છવાઈ ગયું છે. રાજ્યમાં વધતા માર્ગ અકસ્માતોને લઈને લોકોમાં ચિંતાનો માહોલ છે.
- અકસ્માતના વધતા કેસ પાછળનું કારણ
તજજ્ઞો મુજબ હાઈવે પર ડ્રાઈવરો દ્વારા નિયંત્રણ વિના સ્પીડ વધારવી મોટું કારણ છે. વાહનો બેકાબૂ થતા અકસ્માતો બનવાની શક્યતા વધી જાય છે. આ ઘટનાએ ફરી એકવાર માર્ગ સલામતી અંગેના પ્રશ્નોને ઉઠાવ્યા છે.


Leave a Comment