BUSINESS

Business: સમકક્ષો કરતાં લાંબા કલાકો સુધી કામ કરતા પગારદાર કોર્પોરેટ કર્મીઓ

તાજેતરના એક સરકારી સર્વેએ કાર્યસ્થળની ગતિશિલતા સંબંધમાં એક ચિંતાજનક તારણ રજૂ કર્યું હતું. આ મોજણીમાં જણાવવામાં આવ્યું હતું.

પગારદાર કર્મચારીઓ ખાસ કરીને કોર્પોરેટ ક્ષેત્રોમાં તેમના કેઝયુઅલ અને સ્વ-રોજગાર સાથીદારોની તુલનામાં દર અઠવાડિયે નોંધપાત્ર રીતે વધુ કલાકો કામ કરે છે. જૂલાઈ 2023થી જૂન 2024 માટે સામયિક લેબર ફોર્સ સર્વે (પીએલએફએસ) સૂચવે છે કે, નિયમિત વેતન મેળવનારાઓ દર અઠવાડિયે સરેરાશ 48.2 કલાક કામ કરે છે. તેનાથી વિપરીત કેઝયુઅલ કર્મચારીઓ અને જેઓ સ્વ-રોજગાર મેળવે છે તેઓ સરેરાશ 40 કલાકથી ઓછો સમય કામ કરે છે. આધુનિક કાર્યસ્થળોમાં અવિરત ગતિ અને ઉન્નત દબાણ ઘણાં કર્મચારીઓને બર્નઆઉટ તરફ ધકેલે છે. દરમિયાન, પરચુરણ કામદારો અને સ્વ-રોજગાર મેળવતા લોકોના કામના કલાકો ભલે ઓછા છે, પણ તેઓ આવકની અનિયમિતતા સહિતના આર્થિક તણાવનો સામનો કરે છે. જો કે સ્વ-રોજગાર ધરાવતાં લોકો તેમના કલાકો નક્કી કરવામાં સુગમતાનો આનંદ માણે છે.

આ અસમાનતા માત્ર આંકડાઓથી દૂર પગારદાર કર્મચારીઓ દ્વારા સામનો કરવામાં આવતી તીવ્ર કોર્પોરેટ સંસ્કૃતિને રેખાંક્તિ કરે છે, જે કડક સમયમર્યાદા, ઉચ્ચ-પ્રદર્શન અપેક્ષાઓ અને ઉત્પાદકતા માટે સતત દબાણ દ્વારા વર્ગીકૃત થયેલ છે. સામાન્ય કોર્પોરેટ વર્કર માટે લાંબા કલાકો પાંચ દિવસના કામના સપ્તાહમાં રોજના લગભગ નવ કલાકના કામમાં રૂપાંતરિત થાય છે. અથવા જો તેમનું કાર્ય સપ્તાહ છ દિવસ સુધી લંબાય તો કામના આ કલાક લગભગ આઠ કલાકમાં રૂપાંતરિત થાય છે. જો કે કેટલાક માનવ સંશાધન નિષ્ણાતો દલીલ કરે છે કે, આ સમયની પ્રતિબદ્ધતાઓ સ્વાભાવિક રીતે અતિશય નથી. અન્યો ભારપૂર્વક જણાવે છે કે, એકંદર કાર્ય વાતાવરણ કર્મચારીના તણાવના સ્તરમાં નોંધપાત્ર રીતે ફાળો આપે છે. નોંધપાત્ર છે કે, પૂણેમાં અન્સ્ટર્ડ એન્ડ યંગના 26 વર્ષીય કર્મચારીના મોત બાદ કામના કલાકો અને કર્મચારીના સ્વાસ્થ્ય પરના સંવાદની આસપાસની તાકીદ વધુ તીવ્ર બની છે. જે ભારે કામ સંબંધિત તણાવ સાથે સંકળાયેલી છે. યુવાન કર્મચારીના મોતએ કર્મચારીઓની સુખાકારી પર લાંબા સમયના કામના કલાકો અને ઊંચા દબાણની અસર વિશે રાષ્ટ્રવ્યાપી ચર્ચાને ઉત્તેજન આપ્યું છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button