બોલિવૂડ અભિનેતા સલમાન ખાન ઘણી બધી મોટી ફિલ્મોમાં નજરે પડશે. જો કે, હાલ આગામી ફિલ્મ સિકંદરનું શૂટિંગ કરી રહ્યો છે. પરંતુ આજથી ઠીક 11 વર્ષ અગાઉ સલમાન ખાન લૉરેન્સ બિશ્નોનોઈની સાથે એક ફિલ્મ કરવાનો હતો. જેની પર ચર્ચા થઈ અને ઘણી આગળ પણ વધી હતી, પરંતુ છેલ્લે અક્ષય કુમાર બાજી મારી લીધી હતી. જાણો કેવી રીતે…
વર્ષ-2007માં એક ફિલ્મ આવી હતી. એનું નામ મુનિ હતું. આ હોરર અને કોમેડી ફિલ્મને લોકોનો એટલો રિસ્પોન્સ ન મળ્યો અને જોરદાર ફ્લોપ થઈ ગઈ હતી. ઘણા વર્ષો પછી ડાયરેક્ટરે વર્ષ-2011માં આની સિકવલ લેવાની જાહેરાત કરી. આ ફિલ્મને જેને ડાયરેક્ટ અને પ્રોડયુસ કરી તે રાઘવ લૉરેન્સ. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી હતી.
આખો મામલો ત્યારે શરૂ થયો જ્યારે ખબર પડી કે ‘કંચના’ના ડિરેક્ટર રાઘવ લોરેન્સ તેની હિન્દી રિમેક બનાવવામાં રસ ધરાવે છે. સલમાન ખાન અને લોરેન્સ આ મોટા પ્રોજેક્ટ માટે સાથે આવવાનું પ્લાનિંગ કરતા રહ્યા, પરંતુ અંતે અક્ષય કુમાર જીતી ગયા.
સલમાન-લૉરેન્સ 11 વર્ષ પહેલા સાથે આવવાના હતા
‘કંચના’ની હિન્દી રિમેક બનાવવાની વાત થઈ હતી, પરંતુ તે પૂરી થઈ શકી નહીં. આ પછી સલમાન ખાને ફિલ્મમાંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો હતો. પછી ખબર પડી કે તે ડુકોડુની હિન્દી રિમેકમાં કામ કરશે. પરંતુ કોઈને ખબર નથી કે વસ્તુઓ કેમ ખોટી થઈ. રિપોર્ટ્સ અનુસાર, રાઘવ લૉરેન્સ ‘કંચના’ની હિન્દી રિમેક બનાવવા માટે ઉત્સુક હતા. બીજી તરફ સલમાન ખાન આ ફિલ્મમાં તેના ભાઈ સોહેલ સાથે કામ કરવા માંગતો હતો. આવી સ્થિતિમાં સોહેલ ફિલ્મનું નિર્દેશન કરવા માંગતા હતા, જેના માટે લોરેન્સ તૈયાર ન હતા. તે હિન્દી રિમેક પણ બનાવવા માંગતો હતો, જે બની શક્યો નહીં તેથી મામલો અટકી ગયો.
મળતી માહિતી અનુસાર, વન મોશન પિક્ચર્સના સલાહકાર વિક્રમ સિંહ સલમાન ખાનને ફિલ્મમાં જોવા ઈચ્છતા હતા. તેથી જ અરબાઝ ખાનને ફિલ્મ ‘કંચના’ બતાવવામાં આવી હતી. આ દરમિયાન સોહેલ ખાન પણ ત્યાં હાજર હતો. પરંતુ અંતે સલમાન ખાન સાથે આ બની શકી નહીં. ઘણા વર્ષો પછી એટલે કે વર્ષ-2020માં ‘કંચના’ની હિન્દી રિમેક બની. આ ફિલ્મનું નામ હતું ‘લક્ષ્મી બોમ્બ’. અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં હતા, જેનું નિર્દેશન અને નિર્માણ રાઘવ લોરેન્સ દ્વારા કરવામાં આવ્યું હતું. પરંતુ કોવિડને કારણે, તે થિયેટરોમાં રિલીઝ થઈ શક્યું નહીં અને તેને OTT પર લાવવું પડ્યું.
Source link