Samantha ruth prabhu has secretly married: સાઉથની ફિલ્મોથી લઈને હિન્દી ફિલ્મો અને વેબ સિરીઝ સુધીની સફળ સફર ખેડનારી અભિનેત્રી સામંથા રૂથ પ્રભુના જીવનમાં ફરી એકવાર ખુશીઓએ દસ્તક આપી છે. 1 ડિસેમ્બર 2025ના રોજ, એક્ટ્રેસે તેના લાંબા સમયના બોયફ્રેન્ડ અને ફેમસ વેબ સિરીઝ ‘ધ ફેમિલી મેન’ના ડિરેક્ટર રાજ નિદિમોરુ સાથે છાનામાના બીજા લગ્ન કરી લીધા છે. જોકે, આ અંગે હજી સુધી કોઈ સત્તાવાર તસવીર કે નિવેદન આવ્યું નથી.
- લાલ સાડીમાં જોવા મળી સામંથા
હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ મુજબ, આ લગ્ન સમારોહ અત્યંત ગોપનીય રાખવામાં આવ્યો હતો, જેમાં કુલ 30 મહેમાનો જ હાજર રહ્યા હતા. કહેવાય છે કે આ કપલે ઈશા યોગ સેન્ટરની અંદર આવેલા ‘લિંગ ભૈરવી’ મંદિરમાં સાતફેરા લીધા હતા. લગ્ન સોમવારે સવારે થયા હોવાની ચર્ચા છે. લગ્ન દરમિયાન સામંથાએ લાલ સાડી પહેરી હતી, જ્યારે રાજ સિમ્પલ કપડાંમાં જોવા મળ્યો હતો.
- રાજની પૂર્વ પત્નીની રહસ્યમય પોસ્ટ: ‘નિરાશાજનક લોકો નિરાશાભર્યા કાર્યો કરે છે’
સામંથા અને રાજના લગ્નની ચર્ચા વચ્ચે, રાજ નિદિમોરુની પૂર્વ પત્ની શ્યામલી ડે દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી એક પોસ્ટથી વિવાદ વધુ વકર્યો છે. શ્યામલી ડેએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું: “નિરાશાજનક લોકો નિરાશાભર્યા કામો કાર્યો કરે છે.” આ રહસ્યમય પોસ્ટથી રાજ ખરેખર લગ્ન કરી ચૂક્યો છે કે નહીં અને તેની પૂર્વ પત્નીને આ લગ્નની જાણ હતી કે કેમ, તે અંગે વધુ ચર્ચાઓ શરૂ થઈ છે.
- ફિલ્મોના સેટ પર પ્રેમ કહાણી શરૂ થઈ
સામંથા અને રાજ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. 2021માં સામંથાના અભિનેતા નાગ ચૈતન્ય સાથે છૂટાછેડા થયા હતા, તો બીજી બાજુ રાજના પણ 2022માં છૂટાછેડા થયા હતા. બંને પોતપોતાના તૂટેલા સંબંધોના દુઃખમાંથી પસાર થઈ રહ્યા હતા. આ સમય દરમિયાન સામંથાએ રાજ દ્વારા નિર્દેશિત ‘ધ ફેમિલી મેન 2’ અને ‘સિટાડેલ’ જેવી પ્રોજેક્ટ્સમાં કામ કર્યું, અને આ પ્રોફેશનલ સંબંધો દરમિયાન જ બંને વચ્ચે નિકટતા વધી હતી.
- સોશિયલ મીડિયા પર મહોર: અફેરની ખબરોને ક્યારેય નકારી નહીં
અફેરની ખબરો વચ્ચે, બંનેને ઘણી વખત સાથે સ્પોટ પણ કરવામાં આવ્યા હતા. ધીમે ધીમે સામંથાએ રાજ સાથે વિદેશમાં ફરતા અને પાર્ટીના ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાનું શરૂ કર્યું. ચાહકોએ આ ફોટા જોઈને તેમના સંબંધો પર મહોર મારી દીધી હતી. જોકે, બંનેએ ક્યારેય જાહેરમાં પોતાના સંબંધોની પુષ્ટિ કરી નહોતી, પરંતુ અફેરની ખબરોને ક્યારેય નકારી પણ નહોતી.
- છૂટાછેડા બાદ જીવનમાં આવી ખુશી
સામંથા રૂથ પ્રભુ અને રાજ નિદિમોરુ વચ્ચે ઉંમરનો આઠ વર્ષનો તફાવત છે, પરંતુ આ બાબત તેમના સંબંધોમાં ક્યારેય અવરોધ બની નથી. લગ્નના સમાચાર સામે આવતા જ સામંથાના ચાહકો ખૂબ જ ખુશ છે, કારણ કે નાગ ચૈતન્ય સાથે છૂટાછેડા બાદ એક્ટ્રેસની હાલત ઘણી ખરાબ રહી હતી. આ લગ્ન એક્ટ્રેસના જીવનમાં નવી ખુશીઓ અને સ્થિરતા લાવે તેવી ચાહકો આશા રાખી રહ્યા છે.


Leave a Comment