સંચાર સાથી એપ ફરજિયાત: હવે તમામ નવા અને આયાત કરેલા સ્માર્ટફોનમાં પ્રી-ઇન્સ્ટોલ થશે

by

Thenewsdk

Updated: 02-12-2025, 08.11 AM

Follow us:

Sanchar Saathi App : ભારત સરકારે મોબાઈલ સુરક્ષાને વધુ મજબૂત માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ટેલિકોમ વિભાગ (DoT) દ્વારા જાહેર કરાયેલ નવી માર્ગદર્શિકા મુજબ ભારતમાં બનેલા અથવા આયાત કરાયેલા દરેક સ્માર્ટફોનમાં સંચાર સાથી એપ પ્રી-ઇન્સ્ટોલ કરવી ફરજિયાત રહેશે. કંપનીઓને આ નિયમ અમલ માટે 90 દિવસની મર્યાદા આપવામાં આવી છે.

સંચાર સાથી એપનો હેતુ નાગરિકોને નકલી હેન્ડસેટથી બચાવવો, ચોરી થયેલા ફોનને બ્લોક કરવો, ગૂમ થયેલી ડિવાઇસની ફરિયાદ કરવી, અને ફેક મોબાઇલ કનેક્શન પર નિયંત્રણ મેળવવાનો છે.

જૂના સ્માર્ટફોન માટે મેન્યુફેક્ચરર્સ સોફ્ટવેર અપડેટ દ્વારા આ એપ પહોંચાડશે. આ એપ ન તો અનઇન્સ્ટોલ કરી શકાશે, ન તો ડિસેબલ કરી શકાશે. સ્માર્ટફોન સેટઅપ દરમિયાન એપ દેખાવું ફરજિયાત રહેશે

ચોરી થયેલા મોબાઇલની ફરિયાદ બાદ તેના IMEIને તરત જ બ્લેકલિસ્ટ કરી દેવામાં આવશે, જેથી સિમ બદલવામાં છતાં પણ તે ફોન ટ્રેસ થઈ શકે. સેકન્ડ-હેન્ડ બજારમાં લોકો અજાણતા ચોરી થયેલા ફોન ન ખરીદી બેસે તે માટે IMEI ચેક કરવાની સુવિધા પણ એપમાં આપવામાં આવી છે.

ફીચર ફોનમાં ભલે એપ ન આવે, પરંતુ તેમની માહિતી CEIR સિસ્ટમ સાથે જોડાશે, જેથી તેમનું IMEI બ્લોક કરી શકાશે.

DoT દ્વારા વિકસાવવામાં આવેલ આ એપ દેશભરના મોબાઇલ યુઝર્સને સુરક્ષિત ડિજિટલ અનુભવ આપવા માટે બનાવવામાં આવી છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.