સ્પોર્ટ્સ
Sanju Samson : એશિયા કપ પહેલા સંજુ સેમસનની તાબડતોબ બેટિંગ, 42 બોલમાં જ સેન્ચુરી ફટકારી

42 Ball Century: એકતરફ એશિયાકપ માટે તાજેતરમાં જ ભારતીય ટીમનું એલાન કરાયું હતું. બીજી તરફ ટીમમાં શ્રેયસ અય્યર અને યશસ્વી જયસ્લાને સ્થાન ન મળતા ક્રિકેટ ફેન્સમાં ચર્ચા થઈ રહી છે.
ત્યારે આ સ્થિતિ વચ્ચે એશિયા કપ પહેલા સંજુ સેમસને કેરળ પ્રીમિયર લીગમાં શાનદાર સેન્ચુરી ફટકારી છે.
સેમસનની સદીએ ટીમને જીત અપાવી
તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ સ્ટેડિયમમાં એરીઝ કોલ્લમ સેલર્સ સામે કોચી બ્લુ ટાઇગર્સ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં એરીઝ કોલ્લમ સેલર્સે 20 ઓવરમાં 236 રન બનાવ્યા હતા. ટીમ 237 રનના લક્ષ્યનો પીછો કરી રહી હતી.
આ દરમિયાન સંજુ સેમસને પહેલા 16 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. ત્યારબાદ તેણે ફક્ત 42 બોલમાં સદી ફટકારી દીધી હતી.
આ ઇનિંગમાં સંજુ સેમસને 51 બોલમાં 14 ચોગ્ગા અને 7 છગ્ગા સાથે 121 રન બનાવ્યા હતા અને તેની આ ઈનિંગને કારણે જ ટીમને જીત મળી હતી.