સારા તેંડુલકરની શાનદાર બર્થડે પાર્ટી, ભાવિ ભાભી સાથે કર્યું ટ્વિનિંગ

ભારતીય ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર ભલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર હોય, પરંતુ તે ગ્લેમરની દુનિયામાં કોઈ સેલિબ્રિટીથી કમ નથી. ફેશનથી લઈને સોશિયલ મીડિયા સુધી, સારા હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં તે તેના જન્મદિવસે હેડલાઇન્સ બની હતી, પરંતુ આ વખતે સારાની સાથે સાન્યા ચંડોક પણ જોવા મળી હતી, જે હવે તેંડુલકર પરિવારની પુત્રવધૂ બનવા જઈ રહી છે.
- સારા તેંડુલકરની બર્થડે પાર્ટી
12 ઓક્ટોબર, 2025ના રોજ, સારા તેંડુલકરે તેનો 28મો જન્મદિવસ ઉજવ્યો હતો. સારાએ તેનો ખાસ દિવસ ખૂબ જ ખાનગી છતાં સ્ટાઇલિશ રીતે તેના નજીકના મિત્રો સાથે ઉજવ્યો. 14 ઓક્ટોબરના રોજ, સારાએ તેના ઇન્સ્ટાગ્રામ પર પાર્ટીના સુંદર ફોટોઝ શેર કર્યા. આ ફોટોઝએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. જેમાં સારાની સાથે તેંડુલકર પરિવારની ભાવિ પુત્રવધૂ સાન્યા ચંડોક પણ જોવા મળી હતી.
- સાન્યા ચંડોક
સારા અને સાનિયાની ટ્વિનિંગે ચાહકોના દિલ જીતી લીધા. સારા હંમેશાની જેમ સુંદર દેખાતી હતી, પરંતુ સાનિયાનો આત્મવિશ્વાસ અને ફેશન સેન્સે પણ લોકોના દિલ જીતી લીધા છે. સાન્યા ચંડોક વ્યવસાયે એક યંગ એન્ટરપ્યુનર છે અને લાંબા સમયથી સારાની નજીકની મિત્ર છે.
અહેવાલો અનુસાર, સાનિયાએ ઓગસ્ટ 2025માં સારાના નાના ભાઈ અર્જુન તેંડુલકર સાથે ખાનગી રીતે સગાઈ કરી હતી. અર્જુન ભારતીય ક્રિકેટમાં પોતાનો પગ જમાવી રહ્યો છે, અને સાનિયા ઘણી વખત તેંડુલકર પરિવાર સાથે જોવા મળી છે. તેમની સગાઈ પછી, સાનિયાનો તેંડુલકર પરિવાર સાથેનો સંબંધ વધુ ગાઢ થયો છે.
- સારા અને સાનિયા લાંબા સમયથી મિત્રો
સારાની જન્મદિવસની પાર્ટીમાં સાનિયાની હાજરી અને ટ્વિનિંગ લુકના કારણે તેઓ ચર્ચાનો વિષય બન્યા છે. સારા અને સાનિયા લાંબા સમયથી ગાઢ મિત્રો છે અને ઘણીવાર સાથે ફોટોઝ શેર કરતા હોય છે.
સારાના જન્મદિવસ પર, સાનિયાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર બંનેનો એક સુંદર ફોટો શેર કર્યો અને લખ્યું, “મારા પ્રિયને જન્મદિવસની શુભકામનાઓ.” બીજી તરફ, અર્જુન તેંડુલકરે પણ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ફોટો શેર કરીને તેની મોટી બહેનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી.