Saurastra : ગોંડલથી 24 કિમી દૂર ભૂકંપનું કેન્દ્ર, હળવો આંચકો અનુભવાતા લોકોમાં ગભરાટ

સૌરાષ્ટ્રના જેતપુર શહેર અને આસપાસના વિસ્તારોમાં 24 ઓક્ટોબર, 2025ના બપોરે 12:37 વાગ્યે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. ઈન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR), ગાંધીનગરના જણાવ્યા મુજબ ભૂકંપની તીવ્રતા 3.6 નોંધાઈ હતી.
આ ભૂકંપનું કેન્દ્ર (એપિસેન્ટર) ગોંડલથી આશરે 24 કિલોમીટર પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ દિશામાં નોંધાયું છે, જેના ભૂગોળીય સ્થાનાંક Latitude 21.836 અને Longitude 70.613 છે.
સામાન્ય રીતે જોખમરહિત હોય
સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે જમીન થોડા સેકન્ડ માટે હલતી અનુભવાઈ, જેના કારણે લોકો ઘર કે દુકાનમાંથી બહાર દોડી આવ્યા. જો કે, ભૂકંપ ખૂબ હળવો હોવાથી કોઈ જાનહાનિ કે સંપત્તિનું નુકસાન નોંધાયું નથી.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આ પ્રકારના હળવા ભૂકંપો કુદરતી ભૂગર્ભ ચળવળને કારણે બનતા હોય છે અને સામાન્ય રીતે જોખમરહિત હોય છે. ISRએ પણ સ્પષ્ટ કર્યું છે કે હાલ આ ઘટનાથી કોઈ મોટા જોખમની શક્યતા નથી.



