- ભાદરવામાંય પત્તાપ્રેમીઓ સક્રિય રહેતા પોલીસની તવાઈ
- જિલ્લા LCB દ્વારા દરોડો પડાયો : ત્રણ શખ્સો ફરાર
- પોલીસ દ્વારા મુદ્દામાલ કબજે કરવા સાથે 10 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો
સાયલાના સીતાગઢની સીમ વાડીમાં શ્રાવણ બાદ ભાદરવે પણ ભરપૂર મજા લૂંટતા જુગારિયાઓની મહેફીલ પર એલસીબીની ટીમે ઓચિંતો છાપો મારતાં 7 શખ્સો આબાદ ઝડપાઇ જવા પામ્યા હતા. જ્યારે 3 ફરાર થઇ જવામાં સફ્ળ રહ્યા હતા. પોલીસ દ્વારા મુદ્દામાલ કબજે કરવા સાથે 10 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
સાયલા વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ કરી રહેલ એલસીબીની ટીમે બાતમીના આધારે સીતાગઢ ગામના જંગલ કાંઠે આવેલ વાડીમાં દરોડા કરતા બાવનીયો ટીચતા ઇસમોમાં નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે જુગાર સ્થળેથી સીતાગઢના અનીલ બેચરભાઇ દેત્રોજા, હર્ષદ દિનેશભાઇ થરેસા, વિપુલ બેચરભાઇ દેત્રોજા, મહેશ બચુભાઇ બોહકીયા તથા ગુગલીયાણાના હર્ષદ ભોપાભાઈ, બુધા નાગજીભાઇ તેમજ ચોરવીરાના દિવ્યરાજ ભીખુભાઇ ખાચરને ઝડપી લેવા સાથે રોકડા રૂ. 69,500, 7 મોબાઇલના રૂ. 27,000 સહિત કુલ રૂ.96,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દરોડા સમયે નારુ ગેલાભાઇ તથા રણજીત વિનુભાઇ પોલીસને ચકમો આપી ફરાર થઇ ગયા હતા. જ્યારે જુગારનો અખાડો ચલાવતો અને વાડી માલિક મેઘા બેચરભાઇ દેત્રોજા રહે. સીતાગઢ વાળો અગાઉથી છૂમંતર થઇ ગયો હતો.
Source link