શાહરૂખ ખાનની માલિકીની IPL ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના CEO વેંકી મૈસૂરે ઓલરાઉન્ડર આન્દ્રે રસેલને ટીમમાંથી રિલીઝ કરવાના નિર્ણય વિશે મોટું નિવેદન આપ્યું છે. મૈસૂર અનુસાર, રસેલને રિલીઝ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય ટીમ માલિક શાહરૂખ ખાનની સલાહથી લેવામાં આવ્યો હતો — ખાસ કરીને ત્યારે જ્યારે રસેલને ટીમના પાવર કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
18 કરોડ રૂપિયાનો ફાયદો!
રસેલ KKRના સૌથી મોંઘા રિટેન ખેલાડીઓમાં હતા અને ગયા વર્ષે તેમની રિટેન કિંમત 18 કરોડ રૂપિયા હતી. જો KKR તેમને ફરી રિટેન કરે તો આ રકમ સીધી પર્સમાંથી કાપાઈ જતી.
CEOએ ખુલાસો કર્યો કે રસેલને રિલીઝ કરવાથી ફ્રેન્ચાઇઝીને સીધા 18 કરોડ રૂપિયા પર્સમાં પાછા મળી ગયા — જે 16 ડિસેમ્બરે થનારી મીની ઓક્શન માટે મહત્વની મૂડી સાબિત થશે.
KKRએ રસેલને કેમ છોડ્યા?
વેંકી મૈસૂરએ જણાવ્યું કે હરાજી વખતે દરેક વિકલ્પ ખુલ્લો રાખવો જરૂરી હોય છે.
તેમણે કહ્યું:
> “જો રસેલની કિંમત 12 કરોડ હોત તો કદાચ નિર્ણય જુદો હોત, પરંતુ રિટેન કરવાથી 18 કરોડ પર્સમાંથી કાપાઈ જતા. મીની ઓક્શનમાં મોટી બોલી લગાવવા માટે તેને રિલીઝ કરવો ફરજિયાત બની ગયો.”
શાહરૂખ ખાનની સીધી સલાહ
CEOએ વધુ એક મહત્વપૂર્ણ ખુલાસો કર્યો: જ્યારે તેઓએ SRKને જાણકારી આપી કે રસેલ IPLમાંથી નિવૃત્તિ કરવાની વિચારણા કરી રહ્યો છે, ત્યારે માલિકે જ તેને નિવૃત્તિ લઈને પાવર કોચ તરીકે ટીમ સાથે જોડાવાનું સૂચન કર્યું હતું. મૈસૂરએ કહ્યું કે SRK આ બાબતે ભાવનાત્મક પણ થયા હતા.
- રસેલની IPL સફર પૂર્ણ
30 નવેમ્બરનાં રોજ આન્દ્રે રસેલે IPLમાંથી સત્તાવાર નિવૃત્તિની જાહેરાત કરી હતી. હવે તેઓ IPL 2026 સીઝનથી KKRના સપોર્ટ સ્ટાફમાં પાવરહાઉસ કોચ તરીકે જોડાશે.
- રસેલના IPL આંકડા
140 મેચ
2,651 રન
12 ફિફ્ટી
123 વિકેટ
KKR માટે તેઓ સૌથી પ્રભાવશાળી ઓલરાઉન્ડરોમાં ગણાતા રહ્યા છે.


Leave a Comment