એન્ટરટેઇનમેન્ટ
શાહરૂખ ખાનનું OTT પર ડેબ્યુ કન્ફર્મ, દીકરા આર્યનની આ વેબ સીરિઝમાં કેમિયો કરશે

તાજેતરમાં, શાહરૂખ ખાને પુષ્ટિ આપી છે કે તે ટૂંક સમયમાં એક સિરીઝમાં જોવા મળશે. અભિનેતાએ તેના X હેન્ડલ પર “આસ્ક મી એનિથિંગ” સેશન કર્યું હતું. એક ફેન્સે તેને પૂછ્યું, ‘સર, હું તમને કિંગ તરીકે જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યો છું, પણ તે પહેલાં શું હું આર્યનની સીરિઝ ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’ તમારો કેમિયો જોઈ શકું?’
આર્યન ખાનની સીરિઝમાં શાહરૂખનો કેમિયો
આ પ્રશ્નનો જવાબ આપવાની સાથે, શાહરૂખ ખાને એક મોટી જાહેરાત કરી. તેમણે લખ્યું, ‘ઇન્ડસ્ટ્રીના ઘણા પ્રિય મિત્રોએ આર્યનની સિરીઝમાં ભાગ લીધો છે. તેઓ તેના પ્રત્યે ખૂબ જ દયાળુ અને પ્રેમાળ રહ્યા છે. હું તો છું હક થી.’
વેબ સીરિઝમાં આ કલાકરો કેમિયો કરતા દેખાશે
ઉલ્લેખનીય છે કે વેબ સીરિઝમાં બોબી દેઓલ, રણબીર કપૂર, સલમાન ખાન, કરણ જોહર અને રણવીર સિંહ સહિતના કલાકારોનો પણ કેમિયો છે.