IPL ફ્રેન્ચાઈઝી ગુજરાત ટાઈટન્સના 4 મોટા ખેલાડીઓને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. શુભમન ગિલ, રાહુલ તેવટિયા, મોહિત શર્મા અને સાઈ સુદર્શન તરીકે 4 ખેલાડીઓના નામ સામે આવ્યા છે, જેમની રૂ. 450 કરોડના ચિટફંડ કૌભાંડમાં ધરપકડ થઈ શકે છે. આ સમાચાર સામે આવ્યા બાદ ક્રિકેટ વિભાગમાં હંગામો મચી ગયો છે.
4 ક્રિકેટરોના રોકાયેલા પૈસા પાછા નથી આવ્યા
ભારતીય ક્રિકેટર શુભમન ગિલ, રાહુલ તેવટિયા, મોહિત શર્મા અને સાઈ સુદર્શન જેવા 4 મોટા ખેલાડીઓ વિરુદ્ધ 450 કરોડ રૂપિયાનો ચિટ ફંડ કેસ નોંધવામાં આવ્યો છે અને તેમની ટૂંક સમયમાં ધરપકડ થઈ શકે છે. તપાસ એજન્સીઓના રોકાણમાં છેતરપિંડી કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલાની પૂછપરછ કરવામાં આવી ત્યારે આ મામલો પ્રકાશમાં આવ્યો છે. તેને ખુલાસો કર્યો કે ચાર ક્રિકેટરોએ રોકાણ કરેલા પૈસા પરત કર્યા નથી.
તપાસ અધિકારીઓના જણાવ્યા મુજબ IPLમાં ગુજરાત ટાઈટન્સની કેપ્ટનશીપ કરનાર શુભમન ગીલે આ પોન્ઝી/ફ્રોડ સ્કીમમાં રૂ. 1.95 કરોડનું રોકાણ કર્યું હતું. તેમના સિવાય અન્ય ત્રણ ક્રિકેટરોએ તેમના કરતા ઓછી રકમનું રોકાણ કર્યું હતું. CIDના અધિકારીઓએ ભૂપેન્દ્રસિંહ ઝાલાના ખાતાની વિગતો રાખનાર રૂષિક મહેતાની ધરપકડ કરી છે.
કરવામાં આવશે કડક કાર્યવાહી
મીડિયા રિપોર્ટ મુજબ “જો રૂષિક મહેતા આ કેસમાં દોષી સાબિત થશે, તો આ કેસમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. એકાઉન્ટન્ટ્સની એક ટીમ તૈયાર કરી છે જે જાલા દ્વારા સંચાલિત અનૌપચારિક એકાઉન્ટ બુક્સ અને વ્યવહારોની તપાસ કરશે. અનૌપચારિક પુસ્તકો સીઆઈડીના અધિકારીઓને સોંપવામાં આવી છે.
450 કરોડનું થયું છે કૌભાંડ
450 કરોડના કૌભાંડમાં ભારતીય ક્રિકેટરોના નામ પણ સામેલ હોવાના સમાચાર ચારેતરફ ફેલાઈ ગયા છે. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે આ કૌભાંડ 6 હજાર કરોડ રૂપિયાનું છે. અધિકારીઓ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ઝાલા બિનસત્તાવાર એકાઉન્ટ બુકની જાળવણી કરી રહ્યો હતો, જેને CID યુનિટ દ્વારા તેની કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. આ પુસ્તકમાં 52 કરોડ રૂપિયાના વ્યવહારોના હિસાબ મળી આવ્યા છે. તપાસમાં કુલ રકમ 450 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે અને જેમ જેમ દરોડા ચાલુ રહેશે તેમ તેમ આ રકમ વધી શકે છે.
Source link