L&Tના ચેરમેન હાલ ચર્ચામાં છે કારણ કે તેમણે એવુ નિવેદન આપ્યું હતું કે રવિવારે પણ કામ કરવુ જોઇએ. તેમણે અઠવાડિયામાં 90 કલાક કામ કરવાની સલાહ આપી હતી. આ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો હતો. આ નિવેદન પર સોશિયલ મીડિયામાં આકરી ટીકા પણ કરવામાં આવી હતી. ત્યારે આવો જાણીએ એલએન્ડ ટીના ચેરમેન એસએન સુબ્રમણ્યનની કેટલી છે સેલરી. કેટલી છે નેટવર્થ..
કેટલી છે L&T ચેરમેનની નેટવર્થ ?
મહત્વનું છે કે L&Tના ચેરમેનનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં કર્મચારીઓને અઠવાડિયામાં 90 કલાક કામ કરવું જોઈએ તેવી સલાહ આપી હતી. આવા નિવેદન બાદ મીડિયા અને સોશિયલ મીડિયા પર તેમના નિવેદનની ઘણી ટીકા થઇ હતી. પરંતુ શું તમે જાણો છો કે 90 કલાક કામ કરવાની સલાહ આપતા L&Tના ચેરમેનનો પગાર વાર્ષિક 51 કરોડ રૂપિયા છે, જે તેમના બીજા કર્મચારીઓ કરતા લગભગ 535 ગણો વધુ છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયું નિવેદન
જ્યારથી તેમનો આ વિડિયો સોશિયલ મીડિયા વાયરલ થયો છે ત્યારથી સેલિબ્રિટીઓ અને સામાન્ય લોકોએ તેમના નિવેદનની નિંદા કરવાનું શરૂ કરી દીધુ છે. સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની પ્રતિક્રિયાઓથી ભરાઈ ગયુ છે. તેમને મળતા પગાર અંગે પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે મીડિયાના રિપોર્ટ મુજબ 2023-24 માટે તેમનો વાર્ષિક પગાર 51 કરોડ રૂપિયા હતો, જેમાં 3.6 કરોડ રૂપિયાનો મૂળ પગાર, 1.67 કરોડ રૂપિયાનો પૂર્વશરત ખર્ચ, 35.28 કરોડ રૂપિયાનો કમિશન અને 10.5 કરોડ રૂપિયાનો નિવૃત્તિ લાભ શામેલ થયો છે. મળતી માહિતી અનુસાર તેમનો પગાર L&Tના કર્મચારીઓના સરેરાશ પગાર કરતાં 534.57 ગણો વધુ છે, જે નાણાકીય વર્ષ 23-24 માં વાર્ષિક રૂ. 9.55 લાખ હતો.
કંપનીએ સ્પષ્ટતા કરી
L&T ચેરમેનના નિવેદન બાદ કંપનીના પ્રવક્તાએ સ્પષ્ટતા આપી છે. 9 જાન્યુઆરીના રોજ, કંપનીએ જે કહ્યું કે તેના ચેરમેનની ટિપ્પણીઓ ભારત માટેની મહત્વાકાંક્ષાને પ્રતિબિંબિત કરે છે. તેમનો કહેવાનો મતલબ એ હતો કે જો આપણે અસાધારણ કાર્ય કરીએ. તો જ આપણે મહાન અને સંયુક્ત પરિણામો જોઈ શકીશું.
દીપિકા પાદુકોણ ગુસ્સે થઈ ગઈ
ઘણા લોકોને સુબ્રમણ્યમનું આ નિવેદન પસંદ નથી આવી રહ્યા જેના માટે તેમની ઘણી જ ટીકાઓ થઈ રહી છે. બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર તેણે શેર કરતી વખતે લખ્યું કે આટલા વરિષ્ઠ વ્યક્તિના આવા નિવેદનો આઘાતજનક છે, માનસિક સ્વાસ્થ્ય પણ ખૂબ જ જરુરી છે.
Source link