ઉત્તર ભારતમાં ઘણા દિવસોથી પડતી તીવ્ર ગરમીથી લોકો હેરાન હતા, પરંતુ છેલ્લા એક-બે દિવસમાં હવામાનનો મિજાજ બદલાયો છે. દિલ્હી-એનસીઆર, બિહાર અને ઉત્તર પ્રદેશ સહિત 18 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ભારતીય હવામાન વિભાગે સોમવારે અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને ઉત્તરાખંડમાં કેટલાક સ્થળોએ 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાઈ શકે છે.
18 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી
હિમાચલ પ્રદેશ, જમ્મુ-કશ્મીર, ઓડિશા, બિહાર, સિક્કિમ અને ઉત્તર પ્રદેશમાં વીજળીની ચમક સાથે વાવાઝોડુ આવવાની શક્યતા છે. આ રાજ્યોના ઘણા શહેરો અને ગામોમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડુ ફૂંકાઈ શકે છે. બિહાર, ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢ સહિત 18 રાજ્યોમાં વાવાઝોડુ, ભારે વરસાદ અને સાથે કરા પડવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
વરસાદે હવામાનનો મિજાજ બદલી નાખ્યો
દિલ્લીમાં રવિવાર સવારે હળવો વરસાદ પડતાં હવામાનમાં બદલાવ જોવા મળ્યો હતો. માર્ચ મહિનામાં જ ત્યાં મે-જૂન જેવી ગરમી પડવા લાગી હતી, પરંતુ વરસાદ પડતાં લોકોને ગરમીથી રાહત મળી છે. પંજાબ અને હરિયાણામાં પણ રવિવારે હળવો વરસાદ નોંધાયો હતો. રાજસ્થાનના ઉત્તર ભાગોમાં પણ થોડો ઝરમર વરસાદ પડ્યો છે.


Leave a Comment