South Superstar Chiranjeeviના અશ્લીલ AI વીડિયોઝ વાયરલ

છેલ્લા કેટલાક વર્ષોમાં ફિલ્મ સ્ટાર્સને ડીપ ફેક વીડિયોએ સતાવ્યા છે. અભિનેતાઓના આવા અનેક વીડિયો સામે આવ્યા છે જેના કારણે પોલીસને દરમિયાનગીરી કરવાની ફરજ પડી છે. દક્ષિણ ભારતીય સુપરસ્ટાર ચિરંજીવી પણ ડીપ ફેક વીડિયોનો શિકાર બન્યો છે.
એવું જાણવા મળ્યું છે કે ચિરંજીવીના ત્રણ વીડિયો વાયરલ થઈ રહ્યા છે જે AI નો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા છે અને ખૂબ જ અશ્લીલ છે. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
- પોલીસે શું જણાવ્યું?
સોમવારે પોલીસે જણાવ્યું હતું કે તેલુગુ અભિનેતા ચિરંજીવીની ફરિયાદ બાદ અહીં કેસ નોંધવામાં આવ્યો છે. ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે કેટલીક વેબસાઇટ્સ તેના નામ અને ફોટોનો ઉપયોગ કરીને અશ્લીલ કન્ટેન્ટ ધરાવતા AI-જનરેટેડ ડીપફેક અને મોર્ફ કરેલા વીડિયોઝ ફેલાવી રહી છે.
ફરિયાદમાં અભિનેતાએ જણાવ્યું હતું કે વેબસાઇટ્સ તેના નામ અને ફોટોનો ઉપયોગ કરીને AI-જનરેટેડ અને મોર્ફ કરેલા વીડિયોઝ હોસ્ટ, પ્રકાશિત અને વિતરિત કર્યા છે જેમાં તેને અશ્લીલ કૃત્યોમાં ખોટી રીતે દર્શાવવામાં આવ્યા છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ફરિયાદના આધારે 25 ઓક્ટોબરના રોજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં IT એક્ટ, BNS અને અભદ્ર પ્રતિનિધિત્વ અધિનિયમ 1986ની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો અને વધુ તપાસ ચાલી રહી છે.
- વીડિયોઝનો ઉપયોગ અશ્લીલ રીતે કરવામાં આવી રહ્યો છે
અભિનેતાની ફરિયાદ અનુસાર તાજેતરમાં કેટલીક વેબસાઇટ્સ દ્વારા પ્રસારિત કરવામાં આવેલા AI-જનરેટેડ અને ડીપફેક વીડિયોઝ તેની મહેનતથી કમાયેલી પ્રતિષ્ઠાને ગંભીર અને ન ભરવાપાત્ર નુકસાન પહોંચાડી રહ્યા છે.
આ વીડિયો સંપૂર્ણપણે નકલી છે અને AIનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા છે અને તેના ચહેરાના લક્ષણો અને વ્યક્તિત્વને અશ્લીલ કન્ટેન્ટમાં બદલી નાખે છે એમ તેણે ઉમેર્યું હતું.
તેણે ઉમેર્યું હતું કે આ બનાવટી વીડિયોનો ઉપયોગ તેને અશ્લીલ રીતે કરવામાં આવી રહ્યો છે જેનાથી જાહેર ધારણા વિકૃત થાય છે અને દાયકાઓની સદ્ભાવનાને નબળી પાડવામાં આવે છે.



