Spirit : પ્રભાસની ફિલ્મ સ્પિરિટમાં આ અભિનેતાની એન્ટ્રી, ભજવશે ખતરનાક વિલનની ભૂમિકા!

પેન ઈન્ડિયા સ્ટાર પ્રભાસના જન્મદિવસ નિમિત્તે નિર્માતાઓએ ‘સ્પિરિટ’નું સાઉન્ડ ટીઝર રિલીઝ કર્યું છે. સાઉન્ડ ટીઝર દ્વારા સંદીપ રેડ્ડી વાંગાએ ફિલ્મની સ્ટાર કાસ્ટનો પણ ખુલાસો કર્યો છે.
આપણે જે અભિનેતા વિશે વાત કરી રહ્યા છીએ તે વિવેક ઓબેરોય છે. તે દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાંગાની બહુપ્રતિક્ષિત એક્શન ડ્રામા “સ્પિરિટ” માં જોડાયો છે.
સોશિયલ મીડિયા પર પોતાનો ઉત્સાહ શેર કરતા વિવેકે કહ્યું કે તે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનો ભાગ બનવા માટે “અત્યંત ઉત્સાહિત’ છે જે લાંબા સમયથી સમાચારમાં છે.
- વિવેકે પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો
ફિલ્મની “સાઉન્ડ સ્ટોરી’ ની જાહેરાત પર રિએક્સન આપતા વિવેકે લખ્યું, “OneBadHabit તમને inspirittmode માં લાવવા માટે પૂરતું છે’. અને તે કેટલી શાનદાર ‘સાઉન્ડ સ્ટોરી’ હતી! રેબેલ સ્ટાર પ્રભાસને જન્મદિવસની શુભકામનાઓ! આશા છે કે આ સરપ્રાઈઝે તમારો ઉત્સાહ વધાર્યો હશે!”
અભિનેતાની પોસ્ટે તરત જ ધ્યાન ખેંચ્યું, અને ચાહકોએ અનુમાન લગાવવાનું શરૂ કર્યું કે તે ફિલ્મમાં ખલનાયકની ભૂમિકા ભજવી શકે છે.



