એડિલેડ : ટૂર્નામેન્ટમાં ટોચનો ક્રમાંક ધરાવતી અમેરિકાની જેસિકા પેગુલાએ કઝાકિસ્તાનની યુલિયા પુતિન્તસેવાને પ્રથમ સેટ ટાઇબ્રેકરમાં પહોંચ્યા બાદ 7-6 (4), 6-3થી હરાવીને એડિલેડ ઇન્ટરનેશનલ ટેનિસ ટૂર્નામેન્ટની વિમેન્સ સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો.
વિશ્વમાં સાતમો ક્રમાંક ધરાવતી પેગુલા મેમોરિયન ડ્રાઇવ ટેનિસ પાર્ક ખાતે રમાતી એડિલેડ ઓપનની ફાઇનલમાં પોતાના જ દેશની મેડિસન કિસ સામે ફાઇનલ રમશે. મેડિસન બીજી સેમિફાઇનલમાં 5-7, 7-5, 3-0થી આગળ હતી ત્યારે લ્યૂડમિલા સેમસોનોવાએ મુકાબલાને પડતો મૂક્યો હતો. પેગુલા અને મેડિસન અગાઉ બે વખત આમનેસામને થઇ છે અને બંને એક એક મેચ જીતી છે. પેગુલા કારકિર્દીમાં 15મી વખત ફાઇનલમાં પ્રવેશી છે.
એલિયાસિમ-કોર્ડા વચ્ચે ફાઇનલ રમાશે
મેન્સ સિંગ્સમાં ફેલિક્સ એગુર એલિયાસિમ તથા સબાસ્ટિયન કોર્ડા વચ્ચે ફાઇનલ મુકાબલો રમાશે. સેન્ટર કોર્ટ ઉપર રમાયેલી પ્રથમ સેમિફાઇનલમાં કોર્ડાએ કેચમાનોવિચને 6-3, 7-6 (7-4)થી હરાવ્યો હતો. પાંચમા ક્રમાંકિત કેનેડાના એલિયાસિમે પ્રથમ સેટ ટાઇબ્રેકરમાં પહોંચ્યા બાદ પ્રથમ ક્રમાંકિત અમેરિકાના ટોમાી પોલને 7-6 (6-3), 3-6, 6-4થી હરાવ્યો હતો. એલિયાસિમનો કોર્ડા સામેનો રેકોર્ડ 2-1નો રહ્યો છે.
Source link