વિશ્વના દિગ્ગજ ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચને વર્ષના પહેલા ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન પહેલા જોરદાર આંચકો આપ્યો છે. બ્રિસબેન ઇન્ટરનેશનલમાં રમી ઓસ્ટ્રેલિયન ઓપનની તૈયારી કરવા ઉતરેલા જોકોવિચનો અમેરિકાના ખેલાડી રીલી ઓપેલ્કા સામે પરાજય થયો છે.
છ ફુટ 11 ઇન્ચની લંબાઇ ધરાવતા ઓપેલ્કાએ જોકોવિચ સામે શાનદાર રમતનું પ્રદર્શન કર્યુ હતું. ઓપેલ્કાની અપૂર્વ સર્વિસ અને રિટર્ન્સ સામે 24 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ વિજેતા જોકોવિચ કંઇ કરી શક્યો નહોતો અને તેનો 7-6 (8-6) અને 6-3થી સીધા સેટમાં પરાજય થયો હતો. પહેલા સેટમાં જોકોવિચે પોતાના હરીફને પડકાર આપવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેના પ્રયાસ તેને જીતાડી શકે તેટલા પુરતા નહોતા. જોકોવિચ બ્રિસબેન ઓપનમાં સરળતાથી જીત મેળવવાની આશા સાથે મેદાનમાં ઉતર્યો હતો પરંતુ વિશ્વના પૂર્વ નંબર 17 ખેલાડી એવા 27 વર્ષીય ઓપેલ્કાએ માત્ર 40 મિનિટમાં જ જોકોવિચને પરાજય આપીને સ્પર્ધા બહાર કરી દીધો હતો. ઓપેલ્કા 2022 થી 2024 વચ્ચે લગભગ બે વર્ષ સુધી થાપા અને કાંડાની સર્જરી કરાવવાને કારણે મેદાનથી દૂર રહેવા મજબૂર બન્યો હતો. સમગ્ર મેચમાં પોતાની પકડ ધરાવતા ઓપેલ્કાએ 16 એસ ફટકાર્યા હતા
Source link