પાંચ વારની ગ્રાન્ડ સ્લેમ વિજેતા ઇગા સ્વિયાતેકના શાનદાર પ્રદર્શનના જોરે, પોલેન્ડ કઝાકિસ્તાનને હરાવીને યુનાઇટેડ કપની ફાઇનલમાં પહોંચી ગયું છે.સ્વિયાતેકે એલિના રેબાકિનાને સીધા સેટોમાં પરાજય આપીને પોલેન્ડને ફાઇનલમાં પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
ટૂર્નામેન્ટની ફાઇનલ રવિવારે સિડનીમાં રમાશે જ્યાં પોલેન્ડનો મુકાબલો કોકો ગોફના નેતૃત્વ હેઠળના અમેરિકા અથવા તો ચક ગણરાજ્ય સામે થશે. મેચમાં જીત બાદ સ્વિયાતેકે કહ્યું હતું કે આ જીત મને ગર્વાન્વિત કરી રહી છે. સ્વિયાતેકે મેળવેલી જીતથી પોલેન્ડને 2-0ની લીડ મળી હતી અને તેના જોરે તે ફાઇનલમાં પહોંચ્યું હતું. સ્વિયાતેકે કરેલા શાનદાર પ્રદર્શને 12 જાન્યુઆરીથી શરુ થનાર ઓસ્ટ્રેલિયન ઓપન ગ્રાન્ડ સ્લેમમાં તેના હરીફો માટે ચેતવણીનો ઘંટ પણ વગાડી દીધો છે. ઇગાએ સીધા સેટમાં રેબાકિનાને પરાજય આપીને આગેકૂચ કરી હતી. પહેલો સેટ સંઘર્ષપૂર્ણ રહ્યો હતો જેમાં સ્વિયાતેકે હરીફને 7-6 (7-5)થી પરાજય આપ્યો હતો. બીજા સેટમાં ઇગાએ 6-4થી જીત મેળવી હતી. પહેલો સેટ ટાઇબ્રેકરમાં ગયો હતો અને રેબાકિનાએ બે સેટ પોઇન્ટ બચાવ્યા હતા.
તે પહેલા હુબર્ટ હુરકાઝે મેન્સ સિંગલ્સની મેચમાં એલેક્ઝાંડર શેવચેન્કોને સીધા સેટમાં 6-3, 6-2થી હરાવીને પોલેન્ડને 2-0થી લીડ અપાવી હતી. વિશ્વના 16માં ક્રમાંકિત ખેલાડી હુરકાઝે ગ્રુપ સ્ટેજમાં પોતાની બંને મેચ ગુમાવી હતી પરંતુ ક્વાર્ટર ફાઇનલમાં તેણે બ્રિટનના બિલિ હેરીસને હરાવીને ફોર્મ મેળવ્યુ હતું.
Source link