ભારતીય શહેરોની તુલનામાં આ સફળતા વધુ ચોંકાવનારી લાગે છે. નોઇડાની વસતી 10 લાખની આસપાસ છે, જે કુરાકાઓની તુલનામાં લગભગ દસગણી વધારે છે. દિલ્હીનો લાજપત નગર વિસ્તાર જેની વસતી લગભગ 1.50 લાખ છે, તે પણ લગભગ કુરાકાઓ જેટલો જ છે.
એટલે કે આખો દેશ એક શહેરના એક મહોલ્લા જેટલો તેમ છતાં ફિફા રેન્કિંગમાં 82મા સ્થાને રહેલા કુરાકાઓએ વિશ્વ ફૂટબોલના સૌથી મોટા મંચ પર જગ્યા બનાવી છે.
જમૈકાની રાજધાની કિંગ્સ્ટનમાં રમાયેલી CONCACAF ક્વોલિફાયર મેચમાં કુરાકાઓએ જમૈકા સામે 0-0નો ડ્રો નોંધાવ્યો, જે તેમને 2026 ફિફા વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરનાર સૌથી નાનું રાષ્ટ્ર બનાવે છે.
- ભારતની સ્થિતિ પર પણ પ્રશ્નો ઉભા
અન્ય ગ્રૂપ મેચોમાં પનામાએ 3-0થી એલ સાલ્વાડોરને હરાવી પોતાની બીજી વર્લ્ડ કપ ટિકિટ મેળવી. સુરિનામ ગ્વાટેમાલા સામે 3-1થી હારી સીધી એન્ટ્રીથી વંચિત રહ્યું, પણ તે પ્લેઓફ રાઉન્ડમાં આગળ વધ્યું છે.
કુરાકાઓ હવે ગ્રૂપ સ્ટેજમાં પોતાના પ્રતિસ્પર્ધીની રાહ જુએ છે. ડ્રો 5 ડિસેમ્બરે વોશિંગ્ટન ડીસીમાં યોજાશે. આ સિદ્ધિ ભારતની સ્થિતિ પર પણ પ્રશ્નો ઉભા કરે છે. 135 કરોડની વસતી ધરાવતું ભારત હજુ સુધી વર્લ્ડ કપમાં સ્થાન મેળવી શક્યું નથી,
જ્યારે મર્યાદિત સંસાધનો ધરાવતો નાનો દેશ કુરાકાઓ વ્યૂહરચના, સંકલ્પ અને આત્મવિશ્વાસના આધારે વિશ્વમંચ સુધી પહોંચવામાં સફળ રહ્યો છે.



Leave a Comment