કોલકાતાની ઈડન ગાર્ડન્સમાં રમાયેલી ભારત–દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચે માત્ર અઢી દિવસમાં જ પરિણામ આપી દીધું,
જેના કારણે મેચની પિચ અને ટીમ મેનેજમેન્ટના નિર્ણયો પર ભારે ચર્ચા ચાલી રહી છે. ભારતની શરમજનક હાર બાદ ભૂતપૂર્વ ઓફ-સ્પિનર હરભજન સિંહે ટીમ મેનેજમેન્ટને સીધી ટકોર કરી છે.
તેમના મતે સતત સ્પિન-પ્રભુત્વ ધરાવતી અને અસમાન પિચો બનાવવાનો ટ્રેન્ડ ટેસ્ટ ક્રિકેટ માટે હાનિકારક છે. મેચના ત્રીજા દિવસે, 124 રનનો સામાન્ય લાગતો લક્ષ્યાંક ચેઝ કરવા ઊતરેલી ભારતીય ટીમ માત્ર 93 રનમાં સીમિત થઈ ગઈ અને 30 રનથી પરાજિત થઈ. બોલરે મદદરૂપ એવા સપાટીના કારણે બંને ઇનિંગ્સમાં બેટ્સમેનએ ભારે સંઘર્ષ કરવો પડ્યો.
- પિચ મુદ્દે ઉઠ્યા પ્રશ્નો
મેચ દરમિયાન સૌથી વધારે ચર્ચા પિચ અંગે થઈ હતી. બીજા જ દિવસે 15 ખેલાડીઓ પેવેલિયન પરત ફર્યા, જે ટેસ્ટ મેચ માટે અસામાન્ય ગણાય.
આ પરિસ્થિતિએ નિષ્ણાતોમાં ચર્ચા જગાવી કે આવી પિચો ખેલાડીઓને તેમના કુશળતાનો વિકાસ કરવાની તક આપે છે કે નહીં?
હરભજન સિંહે પોતાની યુટ્યુબ ચેનલ પર સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “વર્ષોથી આવી પિચો તૈયાર થતી આવી છે અને હવે તે સ્થિતિ ટેસ્ટ ક્રિકેટના મૂળ સ્વરૂપને નુકસાન પહોંચાડે છે. આ રીતે ટેસ્ટ ક્રિકેટને આગળ ધપાવી શકાશે નહીં. રમતનો મૂળ ભાવ ખોવાઈ રહ્યો છે.”



Leave a Comment