IND vs SA Test 2026 : ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ શરમજનક પરાજયનો સામનો કર્યો. 549 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરતાં ભારતીય ટીમ 5મા દિવસે 140 રનમાં ઓલઆઉટ થઈ ગઈ અને દક્ષિણ આફ્રિકાએ 408 રને મેચ જીતીને 2-0થી શ્રેણી પર કબજો જમાવ્યો.
આ હાર સાથે ભારતને 25 વર્ષ બાદ ઘરઆંગણે ફરી એક વખત દક્ષિણ આફ્રિકાએ વ્હાઈટ વોશ કર્યું છે. છેલ્લે 2000માં હેન્સી ક્રોનિયાના નેતૃત્વમાં SAએ આ સિદ્ધિ મેળવી હતી. હવે ટીમ્બા બાવુમાએ તે રેકોર્ડ બરાબર કર્યો છે.
મેચનો શકાયો:
સાઉથ આફ્રિકાની પહેલી ઇનિંગ: 489
ભારતની પહેલી ઇનિંગ: 201 ઓલઆઉટ
SAની બીજી ઇનિંગ: 206/5 ડીક્લેર
ભારતને લક્ષ્ય: 549 રન
ભારતની ઇનિંગ: 140 ઓલઆઉટ
ભારતની બેટિંગ સંપૂર્ણપણે નિષ્ફળ રહી. માત્ર રવીન્દ્ર જાડેજા જ લડાયક બેટિંગ કરતાં 54 રન કરી શક્યા. ઉપરના ક્રમની વિકેટો ઝડપથી પડી જતાં ટીમ શરૂઆતથી જ દબાણમાં આવી ગઈ હતી. વોશિંગ્ટન સુંદર (14) અને નીતિશ રેડ્ડી (0) પણ બેક-ટુ-બેક આઉટ થયા.
દક્ષિણ આફ્રિકાના બોલર્સે બેેય ઇનિંગમાં भारतीय બેટરોને ખમતી ન રાખી અને સમગ્ર મેચમાં હાવી રહ્યા. બીજી તરફ, ભારતે બે ટેસ્ટમાં અનુક્રમે 30 રન અને 408 રનના પરાજય સહી કર્યા — જે ભારત માટે સૌથી શરમજનક ઘરેલુ શ્રેણીમાંથી એક માનવામાં આવે છે.



Leave a Comment