ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે બે ટેસ્ટ મેચની સિરીઝની બીજી મેચ આવતીકાલે ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમ ખાતે રમાશે. મેચ સવારે 9:00 વાગ્યે શરૂ થશે, ટોસ સવારે 8:30 વાગ્યે થશે. ભારતીય કેપ્ટન શુભમન ગિલ આ મેચમાં રમે તેવી શક્યતા ઓછી છે. આવી સ્થિતિમાં, નીતિશ રેડ્ડીને તક મળી શકે છે.
- ટીમ ઈન્ડિયા પર ક્લીન સ્વીપનો ખતરો
ભારત સિરીઝમાં 0-1થી પાછળ છે. દક્ષિણ આફ્રિકાએ પહેલી મેચ 30 રનથી જીતી હતી. પહેલી ટેસ્ટ હાર્યા બાદ યજમાન ભારત સામે ક્લીન સ્વીપનો ખતરો છે. આ મેદાન પર રમાનારી આ પહેલી ટેસ્ટ મેચ હશે, તેથી પિચ અને પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને, પ્લેઇંગ ઇલેવનની પસંદગી મહત્વપૂર્ણ રહેશે. પહેલી ટેસ્ટમાં ભારતીય બેટ્સમેનો મોટા સ્કોર કરવામાં નિષ્ફળ ગયા. તેઓ શરૂઆતની ઓવરોમાં પેસ બોલરો અને પછી સ્પિનરોના દબાણ હેઠળ સતત દેખાતા હતા.
- ગિલની જગ્યાએ સુદર્શને તક મળી શકે છે
બીજી ટેસ્ટ મેચ પહેલા ભારતીય ટીમનો કેપ્ટન ગિલ ટીમ ઇન્ડિયાના સ્ક્વોડમાંથી બહાર થઈ ગયો છે અને તે તેની ઈજાની તપાસ કરાવવા માટે મુંબઈ જવા રવાના થઈ ચૂક્યો છે. ગિલના સ્થાને સાઈ સુદર્શન કે નીતિશ રેડ્ડીને તકી મળી શકે છે. કોલકાતા ટેસ્ટમાંથી રેડ્ડીને રિલીઝ કર્યા પછી, ધ્રુવ જુરેલને ભારતીય પ્લેઇંગ ઇલેવનમાં બેટ્સમેન તરીકે સામેલ કરવામાં આવ્યો હતો. જોકે, રેડ્ડીને ફરીથી ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. રેડ્ડીને ફક્ત ત્યારે જ તક મળી શકે જો વોશિંગ્ટન સુંદર અથવા અક્ષર પટેલને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કરવામાં આવે.



Leave a Comment