SA vs India Match : દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટના ત્રીજા દિવસે ભારતને બેટિંગમાં મોટો ઝટકો લાગ્યો. બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી મેચની પહેલી ઇનિંગમાં, ભારતીય બેટિંગ લાઇનઅપ મજબૂત 95/1 થી 122/7 પર આવી ગઈ. આ મિડલ ઓર્ડર લેપ્સે માત્ર ટીમ માટે ચિંતાનું કારણ જ નહીં, પરંતુ ભારતીય બેટ્સમેન કરુણ નાયરની એક ક્રિપ્ટિક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેને વધુ તીવ્ર બનાવી દીધી.
- કરુણ નાયરની ક્રિપ્ટિક પોસ્ટ વાયરલ
આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ પોતાની પહેલી ઈનિંગમાં 489 રન બનાવ્યા હતા. જવાબમાં, ભારતીય ઈનિંગની શરૂઆત સારી રહી, પરંતુ તે પછી બધું તૂટી ગયું. યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલે પહેલી વિકેટ માટે 65 રન ઉમેર્યા, અને પછી ભારતે એક વિકેટ ગુમાવીને 95 રન બનાવ્યા . પરંતુ તે પછી, ભારતીય બેટ્સમેનો પત્તાના ઢગલા જેવા પડી ગયા. ટીમ ઈન્ડિયાની પોતાની ઘરેલુ પરિસ્થિતિમાં ખરાબ પરિસ્થિતિ વચ્ચે, કરુણ નાયરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી, જે ઝડપથી વાયરલ થઈ રહ્યી છે.
- કરુણ નાયરે પોસ્ટમાં શું લખ્યું?
કરુણ નાયરે X પર એક પોસ્ટ શેર કરી, જેમાં લખ્યું, “સરળ ભાષામાં કરું કહે છેકે “કેટલીક પરિસ્થિતિઓ એવી લાગણી લઈને આવે છે જે તમે હૃદયથી જાણો છો – અને ત્યાં ન હોવાની મૌનથી પોતાનો વધારે દુખ આપે છે. ચાહકો કરુણ નાયરની આ રહસ્યમય પોસ્ટને ટીમ ઈન્ડિયાના ખરાબ પ્રદર્શન સાથે જોડી રહ્યા છે. કરુણ નાયર છેલ્લા કેટલાક સમયથી ઘરેલુ ક્રિકેટમાં ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યો છે. જોકે, આ સીરિઝ માટે ટીમ ઈન્ડિયા માટે તેની પસંદગી કરવામાં આવી ન હતી.



Leave a Comment