ICC દ્વારા 19 નવેમ્બર બુધવારે જાહેર કરાયેલી નવી રેન્કિંગમાં રોહિત શર્માનો દબદબો સમાપ્ત થયો છે. ન્યૂઝીલૅન્ડના બેટ્સમેને નંબર 1 રેન્કિંગ પર કબજો જમાવી લીધો છે.
ડેરીલ મિશેલ ODI બેટ્સમેન તરીકે નંબર 1 સ્થાને પહોંચનાર બીજા કિવી ખેલાડી બન્યા છે, જ્યારે દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાની ટેસ્ટ રેન્કિંગમાં પણ સુધારો થયો છે.
- રોહિતને પાછળ મૂકીને મિશેલ નંબર 1 પર
રોહિત શર્માનો નંબર 1 ODI બેટ્સમેન તરીકેનો સમય હવે પૂરો થઈ ગયો છે. હકીકતમાં, મિશેલે વેસ્ટઇન્ડીઝ સામે ધમાકેદાર સદી ફટકારી હતી. જેના કારણે તેઓ ICC પુરુષોની ODI બેટ્સમેન રેન્કિંગમાં ટોચે પહોંચ્યા છે.
મિશેલે કેરિબિયન ટીમ સામે સીરિઝના પહેલા મેચમાં પોતાનું સાતમું ODI શતક મેળવી લીધું હતું અને તેમના આ જોરદાર પ્રદર્શનથી તેઓ પ્રથમ વખત રોહિતને પાછળ મૂકીને નંબર 1 સ્થાને પહોંચ્યા.
આનો અર્થ એ છે કે મિશેલ હવે વનડે બેટ્સમેન રેન્કિંગમાં ટોચ પર પહોંચનાર ન્યૂઝીલૅન્ડના બીજા ખેલાડી છે. તે પહેલા 1979માં કિવી ખેલાડી ગ્લેન ટર્નરે આ સ્થાન હાંસલ કર્યું હતું.
- આ ખેલાડીઓ જ નંબર 1 સ્થાન સુધી પહોંચી શક્યા
ન્યૂઝીલૅન્ડના માર્ટિન ક્રો, એન્ડ્ર્યુ જોન્સ, રોજર ટુજ, નાથન એસ્ટલ, કેન વિલિયમસન, માર્ટિન ગુપ્ટિલ અને રોસ ટેલર જેવા ઘણા ખેલાડીઓ પોતાના શાનદાર કરિયર દરમિયાન વનડે બેટ્સમેન રેન્કિંગમાં ટોપ 5માં રહ્યા હતા, પરંતુ માત્ર ટર્નર અને હવે મિશેલ જ નંબર 1 સ્થાન સુધી પહોંચી શક્યા છે.



Leave a Comment